જામનગર : પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટ અન્વયે સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

  • December 01, 2025 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર જિલ્લામાં બેટી બચાવો અને અનુ.જાતિના ગુણોતર જાળવવા માટે તાજેતરમાં એક બેઠક યોજાઇ હતી જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નુપુરકુમારી પ્રસાદ સહિત સમિતિ દ્વારા હોસ્પિટલોને રિન્યુઅલ તેમજ નવા રજિસ્ટ્રેશન આપવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવી હતી.

​​​​​​​આ ઉપરાંત, ઓથોરિટી દ્વારા કરવામાં આવેલ ક્લિનિક ઇન્સ્પેક્શનની કામગીરીનો સઘન રીવ્યુ પણ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લામાં જો કોઈપણ જગ્યાએ પી.સી. અને પી.એન.ડી.ટી. એક્ટનો ભંગ થતો હોવાનું ધ્યાન પર આવશે, તો જવાબદાર વ્યક્તિઓ અને સંસ્થાઓ સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેમ જણાવાયું હતું.


આ બેઠકમાં સમિતિના સભ્ય હેતલબેન અમેથીયા, ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ જામનગરના તબીબો ડો.તુપ્તી નાયક, ડો.નમ્રતા પરમાર, ડો.એમ.ટી. માકડા, ડો.પુષ્પા કટેશીયા તેમજ જુદા જુદા તાલુકાના હેલ્થ ઓફિસરો ડો. અલ્તાફ વૈશનાની જામજોધપુર, ડો.એચ. એન. ફોજે ધ્રોલ, ડો.પી.ડી. પરમાર લાલપુર, ડો.જે. આર. પટેલ જામનગર, ડો.એમ.પી. મોઢેડિયા જોડિયા અને નોડલ ઓફિસર પીએનડીટી ડો.આર.બી. ગુપ્તા-જિલ્લા કવોલિટી એસ્યોરન્સ મેડીકલ ઓફીસર, જિલ્લા પંચાયત ઉપસ્થિત રહ્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News