વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 26 અને 27 મે, 2025 રોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં ₹82,950 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. 26મી તારીખે ભુજમાં વડાપ્રધાનના હસ્તે ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. દાહોદમાં ખરોડ ખાતે 26 મેના રોજ યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન રેલવે સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુ મૂલ્યના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. બીજા દિવસે 27મી મેના રોજ તેઓ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
ભુજમાં ₹53,414 કરોડના ખર્ચે 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાન ભુજ ખાતેથી કચ્છ, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, તાપી અને મહિસાગર જિલ્લાને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવા જઈ રહ્યા છે. આ વિકાસકાર્યોમાં કંડલા પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યો સામેલ છે. તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ,પાવરગ્રીડ તેમજ દીનદયાલ પોર્ટ ઓથોરિટીના કુલ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ
વડાપ્રધાનના હસ્તે જામનગરમાં 220/66 કે.વી. બાબરઝર સબસ્ટેશન, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથમાં 66 કે.વી. HTLS ટ્રાન્સમિશન લાઇનો, મોરબીમાં 11 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ – જાંબુડિયા વિડી, કચ્છ જિલ્લાના મંજલમાં 10 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, કચ્છ જિલ્લાના લાકડિયા ખાતે 35 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, જામનગર જિલ્લાના બાબરઝરમાં 210 મેગાવોટ સોલાર પીવી પ્રોજેક્ટ, ગાંધીધામની ડી.પી.એ. પ્રશાસનિક કચેરીમાં સેન્ટર ઑફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારનો વિકાસ અને સુવિધાઓ જેવા ઘણાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાનના હસ્તે થનારા ખાતમુહૂર્તના કાર્યોમાં ખાવડા નવનિર્મિત રિન્યુએબલ એનર્જી ઝોનમાંથી વીજ પુરવઠા માટે ±800 કે.વી. HVDC પ્રોજેક્ટ, ખાવડા રીન્યુએબલ પાર્કમાંથી વધારાની 7 GW વીજ પુરવઠા માટે ટ્રાન્સમિશન સિસ્ટમ, મહિસાગરમાં કડાણા હાઈડ્રો ઇલેક્ટ્રિક પ્લાન્ટના 60 મેગાવોટ યુનિટ માટે પમ્પ મોડ ઓપરેશન, કચ્છના ગાંધીધામ શહેરમાં વાવાઝોડા પ્રતિરોધક અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ નેટવર્ક, ભુજથી નખત્રાણા સુધી ચાર લેન હાઇ સ્પીડ કોરિડોર, કંડલા ખાતે 10 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન સુવિધાનું નિર્માણ, કંડલામાં 3 રોડ ઓવર બ્રિજ (ROB) નું નિર્માણ અને 6 લેન માર્ગોમાં સુધારો, ધોળાવીરા ખાતે પ્રવાસન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.
દાહોદમાં વિવિધ વિભાગોના ₹24 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દાહોદમાં રેલવે વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ હેઠળ ₹24 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. ₹21,405 કરોડના ખર્ચે નિર્માણ થયેલ લોકો મૅન્યુફેક્ચરિંગ શોપ - રોલિંગ સ્ટોક વર્કશોપનું લોકાર્પણ કરવાની સાથે આણંદ - ગોધરા, મહેસાણા પાલનપુર, રાજકોટ - હડમતીયા રેલ લાઇનના ડબલિંગ કામ, સાબરમતી - બોટાદ 107 કી.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશન અને કલોલ - કડી - કટોસણ રેલ લાઈન ગેજ પરિવર્તનના કુલ ₹2287 કરોડના કામો સહિત રેલવેના કુલ ₹23,692 કરોડના કામોનું લોકાર્પણ સંપન્ન કરશે. તેઓ દાહોદમાં 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કરશે.
પાણી પુરવઠાની ચાર યોજનાઓનું લોકાર્પણ, 193 ગામોને થશે ફાયદો
વડાપ્રધાન મહીસાગર અને દાહોદ જિલ્લામાં વસતા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે માટે ₹181 કરોડના પીવાના પાણીની ચાર જેટલી સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાઓનું લોકાર્પણ કરશે. આ જૂથ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત થતા મહીસાગર અને દાહોદ જિલ્લાના 193 ગામો અને એક શહેરની 4.62 લાખ વસ્તીને 100 એલ.પી.સી.ડી મુજબ શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ સ્માર્ટ સિટી અંતર્ગત દાહોદમાં નગરપાલિકા ભવન, આદિવાસી મ્યુઝિયમ સહિત જનસુવિધા અને જનસુખાકારીના ₹233 કરોડના વિકાસ કામો જનસમર્પિત કરશે. આ ઉપરાંત પોલીસ હાઉસિંગના ₹53 કરોડના કામોનું લોકાર્પણ કરશે.
વડોદરમાં 706 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરશે
વડાપ્રધાન વડોદરા જિલ્લામાં સાવલી - ટીંબા માર્ગને ચાર માર્ગીય બનાવવા, કાયાવરોહણ - સાધલી માર્ગ,જરોદ - સમલાયા માર્ગને પહોળા કરવા તેમજ પદમલા - રણોલી માર્ગ પર નવા બ્રિજના કુલ ₹581 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં અમૃત 2.0 અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹26 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવાની સાથે છોટાઉદેપુર જિલ્લામાં ₹26 કરોડના ખર્ચે નિર્માણ થનાર ભારેજ બ્રિજ તેમજ ₹73 કરોડના ખર્ચે એલ.સી 65 ખાતે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત પણ કરશે. આમ, વડાપ્રધાનના હસ્તે ₹706 કરોડના વિવિધ સાત વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ વિભાગ, માર્ગ અને મકાન, જળ સંસાધન, આરોગ્ય અને મહેસૂલ વિભાગ માટે ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શહેરી વિકાસ વિભાગ હેઠળ કુલ ₹1,447 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢ શહેરના વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન ₹1,347 કરોડના શહેરી વિકાસના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં અમદાવાદ ખાતે ₹1000 કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-3ના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. વડાપ્રધાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1006 કરોડના ખર્ચે તૈયાર થયેલા 22,000થી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ કરશે.
મહાત્મા મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન રોડ અને બિલ્ડિંગ વિભાગ હેઠળ 170 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તો જળ સંસાધન વિભાગ હેઠળ ₹1860 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન ગાંધીનગર ખાતે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરશે. તો અમદાવાદમાં ₹588 કરોડના ખર્ચે ઓપીડી સાથે 1800 બેડ ધરાવતા IPD જેમાં ચેપી રોગ માટે 500 બેડની સુવિધાનું નિર્માણ થઈ રહ્યું છે, જેનું તેઓ ખાતમુહૂર્ત કરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 17 મ્યુનિસિપલ કોર્પોરેશનને ₹2731 કરોડ અને 149 મ્યુનિસિપાલિટીને ₹569 કરોડના ચેકનું વિતરણ પણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech