ખંભાળિયાની શાળા ખાતે ચિત્ર પ્રદર્શન યોજાયું

  • May 05, 2025 12:08 PM 

​​​​​​​

ગ્રામજનો થયા મંત્રમુગ્ધ


ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર સ્થિત શ્રી વી.એચ. હાઈસ્કૂલમાં ફરજ બજાવતા અને જામનગરના વતની નીલાબેન ચાવડા જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદા - જુદા પ્રોફેશનલી પેઇન્ટિંગ્સ તૈયાર કરે છે, અને તેઓની ટીમ દ્વારા જુદા - જુદા શહેરોમાં આવા ચિત્રોનું વિનામૂલ્યે એક્ઝિબિશન - પ્રદર્શન પણ કરાય છે.


ત્યારે ગત તા. 2 અને 3 મે એમ કુલ બે દિવસ સુધી હર્ષદપુરની શ્રી નવીવાડી પ્રાથમિક શાળા ખાતે તેઓ દ્વારા તૈયાર કરાયેલા 42 જેટલા પેઇન્ટિંગ્સના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ ચિત્ર પ્રદર્શનનો શુભારંભ હર્ષદપુરના અગ્રણી સંજયભાઈ નકુમ અને વી.એચ. હાઈસ્કૂલના આચાર્ય કે.ડી. ગોકાણી દ્વારા કરાયો હતો.


આ બે દિવસ દરમિયાન હર્ષદપુર અને ખંભાળિયા વિસ્તારના વિધાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોએ ચિત્ર પ્રદર્શન નિહાળવાનો લાભ લીધો હતો. આ ચિત્ર પ્રદર્શનમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષણાધિકારીએ પણ ખાસ હાજર રહી, અને ટીમને પ્રોત્સાહિત કર્યા હતા. સાથે નીલાબેન ચાવડા દ્વારા કેન્વાસ પર તૈયાર કરાયેલા પ્રોફેશનલી ચિત્ર નિહાળી સૌ મંત્ર-મુગ્ધ બન્યા હતા.


આ ચિત્ર પ્રદર્શન કાર્યક્રમમાં નીલાબેન ચાવડા અને તેમના પરિવારજનો, વિજય હાઈસ્કૂલના સ્ટાફ મેમ્બર, નવીવાડી પ્રાથમિક શાળાનો સ્ટાફ, તેમજ નીલાબેન સાથે જામનગરના ચિત્રકારોની ટીમ પણ જોડાઈ હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application