રૈયાધારના શાસ્ત્રીનગરમાં દંપતી ઉપર પડોશીઓનો ધોકા-પાઈપથી હુમલો

  • May 04, 2026 08:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 રાજકોટ રૈયાધારના મફતિયાપરામાં આવેલા શાસ્ત્રીનગરમાં રહેતા દંપતીને પડોશી દંપતી સહીત છ વ્યક્તિએ ધોકા-પાઇપથી આડેધડ મારમારી મુંઢ ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દંપતીનો સાત વર્ષનો પુત્ર પડોશીના ફળિયામાં જોતો હતો આ વાતને લઈને ઝગડો કરી હુમલો કરવામાં આવ્યો હતો.બનાવની પ્રાપ્ત વિગત મુજબ રૈયાધારના શાસ્ત્રીનગરમાં રહેતા અને ટ્રલિંગ એજન્ટનું કામ કરતા 46 પ્રકાશભાઈ રમેશભાઈ લખલાણી(ઉ.વ.૩૬)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં બાજુમાં રહેતા વાલા ભરવાડ તેની પત્ની, વાલાના સગા મોતી, ટીડા અને પરબત સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.ગઈકાલે સાંજે છ વાગ્યે પ્રકાશભાઈનો સાત વર્ષનો પુત્ર પ્રતીક ફળિયામાં એક્ટિવા ઉપર બેઠો હતો ત્યારે બાજુમાં રહેતા વાવાભાઈના પત્ની પ્રતીકને કહેવા લાગ્યા હતા કે શું અમારા ફળિયામાં જોવે છે, તારા બાપનું ઘર છે કહી ગાળાગાળી કરવા લાગ્યા હતા. દરમિયાન પ્રકાશભાઈના પત્ની નીકિતાબેને આવી જતા કેમ દીકરાને ગાળો આપો છો પૂછતાં તેની સાથે પણ ઝગડો કરવા લાગ્યા હતા અને દરમિયાન વાવાભાઈ અને તેની પત્ની લોખંડના પાઈપ અને ધોકા વડે નીકિતાબેનને મારમારતા પત્નીને છોડવવા વચ્ચે પ્રકાશભાઈને પણ પાઈપના ઘા મારવા લાગ્યા હતા આ સમયે વાલાભાઈના સગા મોતીભાઈ ટીડાભાઈ અને પરબતભાઈ પણ આવી પાછળથી પાઈપ અને ધોકા વડે આડે ધડ મારમારવા લાગતા દંપતીને ઈજા થવાથી ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે યુનિવર્સીટી પોલીસે દંપતી સહિતને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application