ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈને આખું ભારત ઉત્તેજનામાં છે. જોકે, આ ઉત્સાહની વચ્ચે સોશિયલ મીડિયા પર સ્ટેડિયમને લઈને 'પનોતી' અને અશુભ હોવાની અફવાઓએ પણ જોર પકડ્યું છે. ભૂતકાળની કેટલીક હારના સંદર્ભમાં ફેલાયેલી આ નકારાત્મકતાને દૂર કરવા માટે ક્રિકેટ ચાહકોએ હવે મેદાનમાં ઉતરીને અનોખા અંદાજમાં 'નજર' ઉતારવાનું શરૂ કર્યું છે.
સોશિયલ મીડિયા પર અંધશ્રદ્ધા વિરુદ્ધ આસ્થાની જંગ
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર એવી રીલ્સ અને પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં આ સ્ટેડિયમને ભારત માટે કમનસીબ ગણાવવામાં આવી રહ્યું છે. ચાહકોના મનમાં ઉભો થયેલો આ ડર દૂર કરવા માટે અમદાવાદના રસ્તાઓ પર અને સ્ટેડિયમની બહાર અદભૂત દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોઈ ચાહક સ્ટેડિયમની દિવાલ પાસે ઉભા રહીને લીંબુ-મરચાંથી નજર ઉતારી રહ્યો છે, તો કોઈ શંખ ફૂંકીને અને ઘંટડી વગાડીને સ્ટેડિયમની આરતી ઉતારી રહ્યું છે.
તુલિપનો અનોખો વિરોધ: 'હિસ્ટ્રી રીપીટ અને ડિફીટ'
આવી જ રીતે તુલિપ નામના એક ઉત્સાહી ક્રિકેટ ચાહકે સ્ટેડિયમ પાસે લીંબુ-મરચાંથી નજર ઉતારતો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તુલિપના જણાવ્યા મુજબ, "સોશિયલ મીડિયા પર હાલ 'હિસ્ટ્રી રીપીટ' (ઇતિહાસનું પુનરાવર્તન) અને 'હિસ્ટ્રી ડિફીટ' (ઇતિહાસને હરાવવો) જેવી વાતો ચાલી રહી છે. ભારત ફાઈનલમાં પહોંચીને ઈતિહાસનું પુનરાવર્તન તો કરી જ રહ્યું છે, પણ જીત મેળવીને જૂના કડવા અનુભવોના ઈતિહાસને હરાવશે તેવી મને પૂરી શ્રદ્ધા છે."
અમદાવાદમાં આજે રમાનારો આ મુકાબલો માત્ર રમત નથી, પણ કરોડો લોકોની આસ્થા અને લાગણીઓનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે આ લીંબુ-મરચાં અને ફેન્સની પ્રાર્થનાઓ મેદાન પર કેટલો જાદુ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતેલ અને ગેસ પછી, હવે પાણી પર વાર... મોટા હુમલા થશે તો ગલ્ફ દેશોને તરસ છિપાવવાના ફાંફા પડશે
March 08, 2026 02:19 PMદાઝ્યા પર ડામ... કુવૈતના એક નિર્ણયથી પાકિસ્તાન સંકટમાં! જાણો ઈરાન યુદ્ધ વચ્ચે એવું શું બન્યું?
March 08, 2026 02:07 PMરોકાણકારો માટે તક! આ કંપનીઓના IPO આ અઠવાડિયે ખુલશે, સંપૂર્ણ વિગતો જાણો
March 08, 2026 01:22 PMચંદ્રનું સૌથી નબળી રાશિમાં ગોચર... કાલ સવારથી આ રાશિઓનું ભાગ્ય બદલાઈ જશે
March 08, 2026 12:52 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
