જુદા જુદા ૩ સ્થળેથી રોકડ સાથે છ શખ્સો ઝપટમાં આવ્યા
જામનગર શહેરમાં વર્લીબાઝો ઉપરાંત ચલણી નોટના નંબર પર એકી બેકીનો જુગાર રમનારા શખ્સો પર પોલીસે તવાઇ બોલાવી છે, બે-ત્રણ દિવસ દરમ્યાન અલગ અલગ વિસ્તારોમાંથી નંબરના આંકડાનો જુગાર રમનારાને પકડી લીધા બાદ ગઇકાલે પંચેશ્ર્વર ટાવર, પાબારી હોલ નજીક અને વેરશીવાડના ઢાળીયા પાસે એકીબેકીનો જુગાર રમતા ૬ શખ્સોને રોકડ સાથે દબોચી લીધા હતા.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ પ્રોહી-જુગાર શોધી કાઢવા સુચના આપેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી-એ ડીવીઝન પીઆઇ એન.એ. ચાવડા, સર્વેલન્સ સ્કોડના પીએસઆઇ એમ.એન. રાઠોડ સાથે સ્ટાફ માણસો સાથે જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.કોન્સ. રવીભાઇ શર્મા, એએસઆઇ કે.પી. જાડેજાને મળેલ બાતમી હકીકત આધારે જામનગર પાબારી હોલના ઓટલા પાસે જાહેરમાં બે ઇસમો ભારતીય ચલણી નોટોના નંબર પર એકી-બેકી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરે છે. તેવી હકીકત આધારે રેઇડ કરતા મયુરગ્રીન સોસાયટી-૪, રણજીતસાગર રોડ પર રહેતો મુકેશ આલુમલ માખેજા, નંદનપાર્ક-૪, રામેશ્ર્વરનગર પાછળ રહેતો જીતેશ કાંતીલાલ તન્નાને પકડી પાડી તેની પાસેથી રોકડા ૧૧૨૬૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
દરમ્યાન પો.કોન્સ રવિભાઇ તથા વિજયભાઇ કાનાણીને મળેલ બાતમી હકીકત આધારે પંચેશ્ર્વર ટાવર ગોલાવાળા પાસે જાહેરમાં બે ઇસમો ભારતીય ચલણી નોટોના નંબર પર એકી બેકી નામનો જુગાર રમતા રણજીતસાગર રોડ, નાનકપુરી ગોલ ચકલામા રહેતો રાજુ સંગતમલ ચાવલા, દાવલશા ફળી, ગીરધારી મંદિર પાસે રહેતો પ્રકાશ ઘનશ્યામદાસ લાલવાણીને રોકડા ૧૦૮૪૦ સાથે પકડ પાડયા હતા.
આ ઉપરાંત હાપા ચાંદની ચોકમાં રહેતા સુનિલ સવશી રંગપરા અને કુંભારવાડામાં રહેતા સંજય જયસુખ કંબોયા આ બંનેને વેરશીવાડના ઢાળીયા પાસેથી જાહેરમાં ચલણી નોટના નંબર પર એકી-બેકીનો જુગાર રમતા રોકડા ૧૧૨૦ સાથે દબોચી લીધા હતા.
***
મીઠાપુરમાં બે જુગારીઓ ઝડપાયા
મીઠાપુરમાં આવેલા કાંકરી ગેઈટ સામેના ખુલ્લા વાડામાં બેસીને જાહેરમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા બબા નરભેરામ સરપદડિયા અને રણમલ સવા ચૌહાણ નામના બે શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઓપરેશન સિંદૂર પછી ભારતીય સેનાનું પહેલું નિવેદન, જાણો શું કહ્યું?
May 07, 2025 03:13 AMઓપરેશન સિંદૂર: ભારતે પાકિસ્તાનમાં 9 સ્થળોએ કરી મિસાઈલ સ્ટ્રાઈક...જૂઓ વીડિયો
May 07, 2025 03:08 AMભારતીય સેનાએ લીધો પહલગામનો બદલો, 9 આતંકી ઠેકાણાં પર સ્ટ્રાઈક, નામ- ઓપરેશન સિંદૂર
May 07, 2025 02:49 AMકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech