ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા અજમેર–મદાર સેક્શનમાં લેવલ ક્રોસિંગ ક્રમાંક 44 પર મેન્ટેનન્સ કાર્ય માટે બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને પગલે 11 ડિસેમ્બર, 2025ના રોજ પોરબંદર સ્ટેશનેથી પ્રસ્થાન કરતી ટ્રેન ક્રમાંક 19269 પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ તેની નિર્ધારિત રૂટ વાયા અજમેરની જગ્યાએ આંશિક બદલાયેલા રૂટ વાયા દોરાઈ–મદાર જંકશન બાયપાસ લાઇનથી ચલાવવામાં આવશે.
આ રીતે આ ટ્રેન અજમેર સ્ટેશન પર નહીં જાય. મુસાફરોની સુવિધા માટે દોરાઈ અને મદાર જંકશન સ્ટેશનો પર આ ટ્રેનને વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપર મુજબના ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની યાત્રાની યોજના બનાવે અને ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવે જેથી કોઈપણ પ્રકારની અસુવિધાનો સામનો ન કરવો પડે...
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
