દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિતના સોળ ગામોને સૌની યોજનાનો લાભ અપાવવા રજૂઆત

  • April 21, 2025 12:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ખેડૂતો માટે આશીર્વાદરૂપ એવી સૌની યોજના હાલ સરકાર દ્વારા કાર્યરત છે. ત્યારે આ યોજના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તેમજ ભાણવડ તાલુકા ઉપરાંત લાલપુર તાલુકાના જુદાજુદા ગામોના લોકોને મળી રહે તે માટે અહીંના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મસરીભાઈ નંદાણીયા દ્વારા રજૂઆત કરવામાં આવી છે. 


રાજ્યના મંત્રી કુવરજીભાઈ બાવળીયાને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં ખંભાળિયા તાલુકાના જે.પી. દેવળીયા, આંબરડી, બજાણા વિગેરે ઉપરાંત ભાણવડ તાલુકાના ચોખંડા, લાલપુર તાલુકાના ગોવાણા, બબરજર અને ભણગોર સહિતના આશરે 16 જેટલા ગામોને પાણીની જરૂરિયાત સંતોષવા અને ખેડૂતોની માંગણીનું નિરાકરણ લાવવા સૌની યોજના અંતર્ગત આ ગામનો સમાવેશ કરવાની માંગ પીઢ રાજકીય અગ્રણી મશરીભાઈ નંદાણીયા દ્વારા કરવામાં આવી છે.


પત્ર નકલ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ સાંસદ પૂનમબેન માડમને પણ મોકલવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application