જામનગર : હાપા યાર્ડમાં મરચા, અજમો અને જીરૂની ભાવમાં બોલબાલા

  • February 25, 2026 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં મરચા, અજમો અને જીરૂની ભાવમાં બોલબાલા રહેવા પામી છે મંગળવારે ૩૭૯૭૩ મણ જણસ આવક ઠલવાઇ હતી જેમાં સૌથી વધુ ભાવ મરચાના ૧૭૦૦ થી ૬૨૮૦ બોલાયા હતા મંગળવારે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પ્રારંભ ભાજપ જીલ્લા પ્રમુખ વિનુભાઇ ભંડેરી દ્વારા કરવામાં આવ્યુ હતુ  જેમાં ટેકાનો પ્રતિમણ ભાવ રૂ.૧૬૦૦ નકકી કરવામાં આવ્યુ હતુ આ સમયે યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, વાઇસ ચેરમેન હિરેન કોટેચા, કારોબારી સભ્યો અને સેક્રેટરી હિતેષ પટેલ, વેપારીઓ અને બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા તુવેરની આવક ૯૩૮ મણ નોંધાઇ હતી જે ૩૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી જેના મૂર્હુતના સોદા રૂ.૧૩૦૦ થી ૧૫૬૦ બોલાયા હતા.


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો જુવાર ૮૦૦ થી ૯૯૫, બાજરી ૩૦૦ થી ૪૭૫, ઘઉં ૪૦૦ થી ૫૦૬, અળદ ૧૧૬૦ થી ૧૪૨૫, તુવેર ૧૩૦૦ થી ૧૫૬૦, મેથી ૧૧૮૫ થી ૧૨૮૫, ચણા ૯૫૦ થી ૧૦૬૭, મગફળી જીણી ૧૨૦૦ થી ૧૫૨૫, મગફળી જાડી ૧૧૦૦ થી ૧૪૫૦,  રાયડો ૧૦૦૦ થી ૧૧૭૦, રાય ૧૧૦૦ થી ૧૪૮૦, લસણ ૭૪૦ થી ૧૨૮૦, કપાસ ૧૦૦૦ થી ૧૫૮૫, જીરૂ ૩૦૦૦ થી ૪૪૪૦, અજમો ૧૬૨૫ થી ૪૩૧૫, અજમાની ભૂસી ૩૦ થી ૨૧૧૦, ધાણા ૧૨૦૦ થી ૨૦૪૦, ધાણી ૨૦૫૦ થી ૨૬૦૦, મરચા ૧૭૦૦ થી ૬૨૮૦, ડુંગળી સુકી ૪૦ થી ૨૪૫, શીંગ દાણા ૧૦૫૦ થી ૧૪૦૦, વટાણા ૭૦૦ થી ૧૨૯૦ સુધીના ભાવ બોલાયા હતા મંગળવાર કુલ જણસ ૩૭૯૭૩ મણ ગુણી ૧૬૦૯૭ જે ૧૧૩૯ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી. જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે જીરૂ અને ત્રીજા ક્રમાંકે અજમો નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application