દેવભૂમિ દ્વારકા જિલ્લાએ સંગઠન પર્વ 2024 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે બુથ સંરચનાની કામગીરી પૂર્ણ કરી છે. હવે સંગઠન પર્વના આગામી ચરણમાં જિલ્લાના 10 મંડળોમાં મંડળ અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ખંભાળિયા અને ભાણવડ વિધાનસભામાં આવતા 5 મંડળોમાં મંડળ અધ્યક્ષ પદ માટેની દાવેદારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શનિવાર 7 ડિસેમ્બરના રોજ સવારે 10 થી બપોરે 3 સુધી ખંભાળિયામાં જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમમાં થશે. આ મંડળોમાં ખંભાળિયા તાલુકા મંડળ, ખંભાળિયા શહેર મંડળ, સલાયા શહેર, ભાણવડ તાલુકા મંડળ, ભાણવડ શહેર મંડળ રહેશે.
જ્યારે રવિવાર તારીખ 8 ડિસેમ્બરના રોજ દ્વારકા વિધાનસભામાં આવતા 5 મંડળોમાં મંડળ અધ્યક્ષ પદ માટેની દાવેદારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સવારે 10 થી બપોરે 3 સુધી દ્વારકામાં આવેલી લેઉવા પટેલ સમાજ વાડી ખાતે યોજાશે. આ મંડળોમાં કલ્યાણપુર તાલુકા મંડળ, રાવલ શહેર મંડળ, દ્વારકા તાલુકા મંડળ, દ્વારકા શહેર મંડળ અને ઓખા શહેર મંડળનો સમાવેશ થાય છે.
ફોર્મ સ્વીકારવાની જવાબદારી પ્રદેશ દ્વારા નિયુક્ત ચુંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, સહાયક ચુંટણી અધિકારી ધર્મરાજસિંહ જાડેજા, તેમજ જિલ્લા સહ ચુંટણી અધિકારી રાજુભાઈ સરસિયા અને કશ્યપભાઈ આહીર સંભાળશે. બંને દિવસ આ અધિકારીઓ સંબંધિત સ્થળે હાજર રહેશે.
ભાજપના બંધારણ અને નિયમો અનુસાર, મંડળ અધ્યક્ષ પદ માટે દાવેદારી કરવા ઇચ્છતા કાર્યકર્તાઓએ નિર્ધારિત સમય અને સ્થળે જઈને ફોર્મ ભરી આપવું ફરજિયાત છે. જેના સંપર્ક માટે ખંભાળિયામાં આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી દ્વારકેશ કમલમનો સંપર્ક સાધુ આ એક યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાવનગર-ધોલેરા રોડે માઢિયા નજીક દારુ ભરેલી કારનો અકસ્માત
May 19, 2025 04:06 PMસમુદ્રમાં માછીમારી કરવા ગયેલી પોરબંદરની ફિશિંગ બોટોને ફરી પરત બોલાવવામાં આવી
May 19, 2025 03:59 PMસિહોર, પાલીતાણા તેમજ મહુવા સહિત ભાવ. ડિવિઝનના ૬ સ્ટેશન બન્યા "અમૃત સ્ટેશન
May 19, 2025 03:59 PMપોરબંદરના દરિયાકાંઠે વિશાળ કદના કાચબાનો મૃતદેહ તણાઇ આવ્યો
May 19, 2025 03:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech