રાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ

  • May 10, 2025 09:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને મામલતદાર તરીકેના હંગામી પ્રમોશન આપવામાં આવ્યા છે. ગુજરાત સરકારના સંયુક્ત સચિવ સચિન પટવર્ધને આ સંદર્ભે કરેલા હુકમમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસનો જે ચુકાદો આવે તેને આધીન આ પ્રમોશન આપવામાં આવ્યા છે.

રાજકોટના નાયબ મામલતદાર નિલેશ પ્રવિણચંદ્ર અજમેરા અને ચંદુલાલ ગોરધનભાઈ પારખીયાને નાયબ મામલતદારથી મામલતદારમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. અજમેરાને જુનાગઢ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મૂકવામાં આવ્યા છે. જયારે પારખીયાને કચ્છ જિલ્લાના અબડાસામાં મામલતદાર તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર અસલમ મહમદ શાહને ભાવનગર જિલ્લાના ઉમરાળામાં અને ગિરિરાજસિંહ રણજીતસિંહ જાડેજા ને ભાવનગર જિલ્લાના મહુવામાં મામલતદાર તરીકે પોસટિંગ આપવામાં આવ્યું છે.

બોટાદના નાયબ મામલતદાર ભગવાનદાસ પરસોતમદાસ રાણાને બોટાદ ખાતે કલેકટર કચેરીમાં પ્રમોશન આપીને મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત આણંદના નાયબ મામલતદાર વિજયકુમાર પટેલ પાટણના હરગોવિંદભાઈ પરમાર અમદાવાદના ભરતભાઈ પટેલ લીલાભાઈ પરમાર શુભાંગીનીક્રિસ્ટીનીયા બેન્જામિન, હેગિષ્ટા સમઢીયા અને ઉમેશ મોદીને પ્રમોશન આપવામાં આવ્યા છે.

પાટણના હરગોવિંદભાઈ પરમારને સુરેન્દ્રનગર અમદાવાદના લીલાભાઈ પરમારને બોટાદ શુભાંગીનીક્રિષ્ટીનીયાને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને ઉમેશ મોદીને મોરબી ખાતે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

વર્ગ ત્રણમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા આ 12 અધિકારીઓને વર્ગ-૨ માં મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવતા તેને હવે લેવલ 8 નો પગાર મળશે. જે અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે તેમની સામેના આ હુકમની તારીખે ચાલુ, પડતર અને સૂચિત ખાતાકીય તપાસ કે ફોજદારી કેસ હોય તો તેની ખરાઈ કરવાની જવાબદારી જે તે જિલ્લા કલેકટર ઉપર નાખવામાં આવી છે, આ ઉપરાંત અત્યારે પ્રમોશનના મામલે હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે અને તેનો જે ચુકાદો આવે તેને આધીન આ પ્રમોશન આપવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application