જામનગર શહેરમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે પ્રતિદિન દેખાવો વધતા જાય છે, ગઇકાલે વોર્ડ નં.૧૦માં સુભાષ શાક માર્કેટ નજીક યોજાયેલી મોદી પરીવારની સભા નજીક કરણી સેનાના મહીલા કાર્યકરો અને ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનોએ ઉગ્ર દેખાવો કરીને
જામનગર શહેરમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે પ્રતિદિન દેખાવો વધતા જાય છે, ગઇકાલે વોર્ડ નં.૧૦માં સુભાષ શાક માર્કેટ નજીક યોજાયેલી મોદી પરીવારની સભા નજીક કરણી સેનાના મહીલા કાર્યકરો અને ક્ષત્રિય સમાજના ભાઇ-બહેનોએ ઉગ્ર દેખાવો કરીને રૂપાલા હાય-હાયના સુત્રો પોકારતા વાતાવરણમાં તંગદીલી છવાઇ હતી, પરંતુ પોલીસનો કાફલો આવી પહોંચતા આખરે મામલો થાળે પડયો હતો.
તા.૧૧ના રાત્રે વોર્ડ નં.૧૦માં સુભાષ શાકમાર્કેટ પાસે મોદી પરીવારની સભા યોજાઇ હતી, આ સભા સ્થળ પાસે કરણી સેનાના પ્રદેશ ઉપાઘ્યક્ષા જાગૃતિબા જાડેજા સહિતના કેટલાક કાર્યકરો આવી પહોંચ્યાં હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં, ત્યારે એસઓજીના મહીલા પીઆઇ ચૌધરી સહિતના મહીલા પોલીસે રોકતા થોડી બોલાચાલી થઇ હતી, આખરે મામલો થાળે પડયો હતો.
બે દિવસ પહેલા વોર્ડ નં.૬માં વુલનમીલ પાછળના વિસ્તારમાં મહીલાઓએ દેખાવો કર્યા હતાં, ત્યારે હવે ભાજપની મોદી પરીવારની જયાં-જયાં સભા થાય છે ત્યાં મહીલાઓના દેખાવો શરૂ થઇ ગયા છે અને પોલીસને પણ દોડા-દોડી કરવી પડે છે.
કેન્દ્રીય મંત્રી સામેના દેખાવો હવે જામનગર સુધી પહોંચી ગયા છે ત્યારે જિલ્લાના ગામડાઓમાં પણ કેન્દ્રીય મંત્રી વિઘ્ધ સુત્રો બોલાવીને દેખાવો કરવામાં આવે છે, આ મામલો થાળે ન પડે ત્યાં સુધી જામનગર જિલ્લાનું વાતાવરણ પણ થોડુ ઉત્તેજનાભર્યુ રહેશે, આમ ત્રણ-ચાર જગ્યાએ મહીલાઓએ દેખાવ કરતા પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે, ગઇકાલે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી સમક્ષ જામનગરમાં મહીલાઓએ ઉગ્ર દેખાવ કર્યા ત્યારે મહીલા પોલીસે તેમની સામે ગેરવર્તન કર્યુ હોવાની ફરિયાદ કરી આવેદનપત્ર આપ્યું હતું અને આ પ્રકારના તંગદીલી ભર્યા બનાવો ન બને તે માટે રાજપુત સમાજના અગ્રણીઓ પી.ટી.જાડેજા સહિતના લોકોએ ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. આમ જામનગર અને રાજકોટમાં વિરોધ ઉગ્ર બન્યો છે, આગામી દિવસોમાં વધુ વિરોધ કેવી રીતે થશે તેના ઉપર સૌની નજર છે ત્યારે આ મામલો દિન-પ્રતિદિન પેચીદો બનતો જાય છે. પાલા હાય-હાયના સુત્રો પોકારતા વાતાવરણમાં તંગદીલી છવાઇ હતી, પરંતુ પોલીસનો કાફલો આવી પહોંચતા આખરે મામલો થાળે પડયો હતો.
તા.૧૧ના રાત્રે વોર્ડ નં.૧૦માં સુભાષ શાકમાર્કેટ પાસે મોદી પરીવારની સભા યોજાઇ હતી, આ સભા સ્થળ પાસે કરણી સેનાના પ્રદેશ ઉપાઘ્યક્ષા જાગૃતિબા જાડેજા સહિતના કેટલાક કાર્યકરો આવી પહોંચ્યાં હતાં અને સુત્રોચ્ચાર કર્યા હતાં, ત્યારે એસઓજીના મહીલા પીઆઇ ચૌધરી સહિતના મહીલા પોલીસે રોકતા થોડી બોલાચાલી થઇ હતી, આખરે મામલો થાળે પડયો હતો.
બે દિવસ પહેલા વોર્ડ નં.૬માં વુલનમીલ પાછળના વિસ્તારમાં મહીલાઓએ દેખાવો કર્યા હતાં, ત્યારે હવે ભાજપની મોદી પરીવારની જયાં-જયાં સભા થાય છે ત્યાં મહીલાઓના દેખાવો શરૂ થઇ ગયા છે અને પોલીસને પણ દોડા-દોડી કરવી પડે છે.
કેન્દ્રીય મંત્રી સામેના દેખાવો હવે જામનગર સુધી પહોંચી ગયા છે ત્યારે જિલ્લાના ગામડાઓમાં પણ કેન્દ્રીય મંત્રી વિઘ્ધ સુત્રો બોલાવીને દેખાવો કરવામાં આવે છે, આ મામલો થાળે ન પડે ત્યાં સુધી જામનગર જિલ્લાનું વાતાવરણ પણ થોડુ ઉત્તેજનાભર્યુ રહેશે, આમ ત્રણ-ચાર જગ્યાએ મહીલાઓએ દેખાવ કરતા પોલીસ પણ હરકતમાં આવી ગઇ છે, ગઇકાલે રાજકોટ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી સમક્ષ જામનગરમાં મહીલાઓએ ઉગ્ર દેખાવ કર્યા ત્યારે મહીલા પોલીસે તેમની સામે ગેરવર્તન કર્યુ હોવાની ફરિયાદ કરી આવેદનપત્ર આપ્યું હતું અને આ પ્રકારના તંગદીલી ભર્યા બનાવો ન બને તે માટે રાજપુત સમાજના અગ્રણીઓ પી.ટી.જાડેજા સહિતના લોકોએ ભાજપ શહેર પ્રમુખને રજૂઆત કરી હતી. આમ જામનગર અને રાજકોટમાં વિરોધ ઉગ્ર બન્યો છે, આગામી દિવસોમાં વધુ વિરોધ કેવી રીતે થશે તેના ઉપર સૌની નજર છે ત્યારે આ મામલો દિન-પ્રતિદિન પેચીદો બનતો જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech