મોદીજી, પોકળ ભાષણો બંધ કરો કેમેરા સામે જ કેમ લોહી ઉકળે છે?: રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર કર્યા આકરા પ્રહારો

  • May 23, 2025 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એક ભાગ એક્સ પર શેર કરીને ત્રણ પ્રશ્નો પૂછ્યા છે. 23 સેકન્ડના આ વીડિયોમાં, વડાપ્રધાન મોદી કહે છે કે, 'જ્યારે પાકિસ્તાને કહ્યું કે તે હવે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ કે લશ્કરી હુમલા નહીં કરે, ત્યારે ભારતે પણ તેનો વિચાર કર્યો.' આના પર રાહુલ ગાંધીએ લખ્યું, 'મોદીજી, પોકળ ભાષણો આપવાનું બંધ કરો.' વધુમાં, રાહુલે પીએમના ભાષણમાં એક વાક્ય પર કટાક્ષ કર્યો, જેમાં વડાપ્રધાને 'લોહી ઉકળવા' વિશે વાત કરી હતી.​​​​​​​


રાહુલ ગાંધીના ત્રણ પ્રશ્ન

1. તમે આતંકવાદ પર પાકિસ્તાનના નિવેદન પર કેમ વિશ્વાસ કર્યો?'

2. ટ્રમ્પ સામે ઝૂકીને તમે ભારતના હિતોનું બલિદાન કેમ આપ્યું?

3. તમારું લોહી ફક્ત કેમેરા સામે જ કેમ ઉકળે છે? તમે ભારતના સન્માન સાથે ચેડા કર્યા છે!


બિકાનેરમાં વડાપ્રધાનના ભાષણ પછી રાહુલ ગાંધીની પોસ્ટ

હકીકતમાં, યુદ્ધવિરામ પછીથી, કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી સરકાર પર હુમલો કરી રહ્યા છે. થોડા કલાકો પહેલા, વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના બિકાનેરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનને ફરીથી ચેતવણી આપી હતી.


પીએમ મોદીએ મંચ પરથી કહ્યું કે, 'પાકિસ્તાને દરેક આતંકવાદી હુમલાની ભારે કિંમત ચૂકવવી પડશે અને આ કિંમત પાકિસ્તાનની સેના અને પાકિસ્તાની અર્થતંત્ર દ્વારા ચૂકવવામાં આવશે.' પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, 'પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભો છે. મોદીનું મગજ ઠંડુ રહે છે, પણ તેમનું લોહી ઉકળે છે. હવે મોદીની નસોમાં લોહી નથી, પણ ગરમ સિંદૂર વહે છે.'


ભારતનું સન્માન ખરડાયું છે: રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ એક્સ પર તાજેતરમાં વડા પ્રધાન મોદી દ્વારા આપવામાં આવેલા રાષ્ટ્રને સંબોધનના એક અંશની વીડિયો ક્લિપ પણ શેર કરી છે, જેમાં પીએમ મોદીએ કહ્યું છે કે, 'ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સના સ્તરે વાતચીત દરમિયાન, પાકિસ્તાને ખાતરી આપી હતી કે તેના તરફથી વધુ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ અને લશ્કરી હુમલા નહીં થાય, ત્યારબાદ ભારતે પણ આ મુદ્દા પર વિચાર કર્યો. 'ઓપરેશન સિંદૂર' રોકવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટિપ્પણીનો ઉલ્લેખ કરીને, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમણે ભારતના સન્માન સાથે સમાધાન કર્યું છે.'



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application