રાજકોટમાં વરસાદ: પ્રચંડ ગાજવીજ સાથે એક કલાકમાં 3 ઇંચ વરસાદ

  • June 14, 2025 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં આજે બપોર બાદ મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પ્રચંડ ગાજવીજ અને પવન સાથે માત્ર એક જ કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું.

શહેરના વિવિધ ઝોનમાં વરસાદની સ્થિતિ જોઈએ તો, સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોન માં નોંધાયો હતો, જ્યાં 80 મિલીમીટર (લગભગ 3.1 ઇંચ) વરસાદ પડ્યો હતો. આના કારણે વેસ્ટ ઝોનના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.


​​​​​​​સેન્ટ્રલ ઝોન માં 62 મિલીમીટર (લગભગ 2.4 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જ્યારે ઈસ્ટ ઝોન માં 35 મિલીમીટર (લગભગ 1.4 ઇંચ) વરસાદ વરસ્યો હતો. અચાનક આવેલા આ ભારે વરસાદને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનો ફસાયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

રાજકોટમાં ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાએ પોતાની પ્રચંડ શક્તિનો પરચો આપતા, આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application