છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વરસી રહેલા વરસાદનું જોર છેલ્લા ૨૪ કલાકમાં વધી ગયું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સામાન્યથી ૧૫ ઈંચ સુધીનો વરસાદ પડી ગયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી તારીખ ૫ સુધી સૌરાષ્ટ્ર્રમાં પણ વરસાદનું જોર વધશે. આજે અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યેલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. યારે રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અમુક સ્થળોએ ભારે વરસાદની ચેતવણી હવામાન ખાતાએ આપી છે.
સૌરાષ્ટ્ર્રના અનેક જિલ્લાઓમાં આજે સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે .ભેજનું પ્રમાણ ૯૦થી ૯૯ ટકા સુધીનું પહોંચી ગયું છે. આકાશ કાળા ડિબાગ વાદળોથી ઘેરાયેલું છે અને રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં જસદણ –ગોંડલમાં વરસાદ શ થઈ ગયો છે. મોરબી જિલ્લાના હળવદ માળીયામિયાણા વાંકાનેર કચ્છ જિલ્લામાં રાપર સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર સાયલામાં વરસાદ શ થઈ ગયો છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ભચ અને સુરત જિલ્લામાં અમુક જગ્યાએ ભારેથી અત્યતં ભારે વરસાદની શકયતા છે. ભચ જિલ્લામાં આજે સવારથી જ વરસાદનું દે ધનાધન શ થઈ ગયું છે. સવારે છ થી આઠ ના પ્રથમ બે કલાકમાં જ ભચ જિલ્લાના નેત્રગં અને વાલિયામાં ત્રણ –ત્રણ ઈંચ વરસાદ પડી ગયો છે.હવામાન વિભાગે આ માટે રેડ એલર્ટ જાહેર કયુ છે. સૌરાષ્ટ્ર્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે
લીંબડી, ધ્રાંગધ્રા સવા ઈંચ સહિત ૨૩ તાલુકામાં વરસાદ
જન્માષ્ટ્રમી તહેવારો ટાંકણે ચાર–પાંચ દિવસ હેલી જેવો વરસાદ વરસાવી ચાર દિવસના વિરામ બાદ ગઈકાલથી હવામાનમાં પલટો આવવા સાથે ફરીથી મેઘ સવારી શ થઈ હતી, જે આજે સવારે પણ આગળ વધી રહી છે, જેમાં આજે સવારે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન લીંબડી, ધ્રાંગધ્રામાં સવા ઈંચ ભાવનગર બોટાદ રાજકોટ અમરેલી મોરબી ઝાપટાથી માંડીને એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ આજે સવારે પણ રાપર અને હળવદ પંથકમાં સવારી જ સહિત ૧૬ જેટલા તાલુકામાં વરસાદ શ થઈ ગયો છે. જન્માષ્ટ્રમી તહેવારો દરમિયાન સૌરાષ્ટ્ર્રના મોટાભાગના વિસ્તારોમાં અતિવૃષ્ટ્રિ સહિતનો વરસાદ વરસી ગયા પછી મેઘરાજાએ ગુવારથી ઘણીવાર સુધીનો વિરામ રાખી ગઈકાલે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપર મેઘરાજાએ કૃપા વરસાવાનો ચાલુ કરી દેતા લીમડી અને ધાંગધ્રામાં સવા ઈંચ, સાયલા લખતરમાં એક ઈંચ યારે વઢવાણ ચુડા મૂડી થાનગઢ પંથકમાં ઝાપટા થી માંડીને અડધો વરસાદ વરસ્યો હતો, આજે સવારે પણ સાયલા, ચોટીલા અને લખતર પંથકમાં વરસાદ શ થઈ ગયો હતો.
યારે ભાવનગર, ગારીયાધાર, રાણપુર, અમરેલી, લીલીયા, કોટડા સાંગાણી ટંકારા મોરબી પંથકમાં ઝાપટા થી અડધો ઈંચ સુધીનો વરસાદ પડી ગયો હતો. આજે સવારે આ લખાય છે ત્યારે પણ મોરબીના હળવદ પંથકમાં સવા ઈંચ માળીયા વાંકાનેર પંથકમાં અડધો ઈંચ યારે મોરબી અને ટંકારા પંથકમાં ઝાપટા વરસવા ચાલુ થઈ ગયા છે. રાજકોટ શહેર ઉપરાંત જસદણ અને ગોંડલ પંથકમાં આજે સવારથી જ વરસાદની પધરામણી થઈ ગઈ છે.
ભરુચના વાલિયામાં ૧૫ ઈંચ રાજયના ૧૮૩ તાલુકામાં વરસાદ
અરબી સમુદ્રના વાવાઝોડા અને ત્યાર પછી બંગાળની ખાડીની લો પ્રેશર ની સિસ્ટમના કારણે વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં ભારે જોર પકડું છે. ભચ જિલ્લાના વાલીયામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨ ઈંચ વરસાદ પડો છે અને આજે સવારે છ થી આઠના બે કલાકમાં નેત્રંગમાં ત્રણ અને વાલીયામાં વધુ ત્રણ ઈંચ વરસાદ પડો છે.તાપી જિલ્લાના સોનગઢમાં ૧૦ વ્યારામાં ૯ ઉચ્છલ અને ડોલવણમાં સાત સાત ઈંચ વરસાદ પડી ગયો છે.
ખેડા જિલ્લાના નડિયાદમાં સાત કપડવંજમાં પાંચ સુરત જિલ્લાના માંગરોળમાં આઠ ડાંગ જિલ્લાના વધાઈમાં આઠ સુબીરમાં સાડા છ નર્મદા જિલ્લાના તિલકવાડામાં સાડા સાત નવસારી જિલ્લાના વાંસદામાં સાડા છ મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સાડા પાંચ પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં પાંચ વડોદરા જિલ્લાના કરજણમાં પાંચ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં સાડા ચાર ઈંચ વરસાદ પડો છે.
કંટ્રોલ મના જણાવ્યા મુજબ આજે સવારે છ વાગ્યે પૂરા થતા ૨૪ કલાક દરમિયાન રાયના ૧૮૩ તાલુકામાં સામાન્યથી ૧૨ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ૨૮ તાલુકામાં ચાર ઈંચ થી વધુ અને ૧૩૪ તાલુકામાં એક ઈંચ થી વધુ વરસાદ પડો છે
ગુરૂવારે વધુ એક લોપ્રેશર બંગાળની ખાડીમાં સર્જાશે
દેશમાં અત્યારે બે લો પ્રેસર એકિટવેટ હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં પડી રહ્યો છે. આ બંને સિસ્ટમનું જોર નબળું પડે તે પહેલા જ આગામી તારીખ પાંચ આસપાસ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં અને તેને સંલ નોર્થ વેસ્ટ મા વધુ એક પ્રભાવશાળી લો પ્રેસર સર્જાશે તેવી શકયતા છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અત્યારે વિદર્ભમાં લો પ્રેશર છવાયું છે અને આવું બીજું એક વેલમાર્ક લો પ્રેસર અરબી સમુદ્રમાં નોર્થ વેસ્ટ દિશામાં છે. આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં તારીખ ૬ સુધી અને સૌરાષ્ટ્ર્રમાં તારીખ પાંચ સુધી વરસાદનું જોર રહેશે. ત્યાર પછી બંગાળની ખાડીની નવી લો પ્રેશર સિસ્ટમ વરસાદ લાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech