લાલબંગલા નજીક ફાઇનાન્સ કંપનીની ઓફીસના હંગામાં પ્રકરણમાં પોલીસ ફરીયાદનો ખાર રાખી કર્મચારીને ફરી ધમકી
જામનગરના નવાગામ ગેડ વિસ્તારમાં રહેતા બે ભાઈઓએ હાઉસિંગ લોનની પતાવટના મામલે ખાનગી ફાઈનાન્સની કંપનીમાં હંગામો મચાવવાના પ્રકરણમાં નોંધાયેલી ફરીયાદનો ખાર રાખીને એક શખ્સ દ્વારા કર્મચારીને ફરી ધમકી આપવામાં આવતા મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર રામવાડી ખાતે રહેતા હાર્દિક કાથડભાઇ લૈયા (ઉ.વ.26) નામના કર્મચારીએ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં જામનગરના દિવ્યરાજસિંહ જાડેજા નામના શખ્સ સામે બીએનએસ કલમ 352, 351(3) મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદી હાર્દિકભાઇ લૈયા લાલબંગલા ખાતે સ્વસ્તીક એવન્યુ ત્રીજા માળે આવેલ ખાનગી ફાઇનાન્સ કંપનીમાં કલેકશનની નોકરી કરતા હોય અને તેની ઓફીસ ખોલેલ હોય જેથી આરોપીએ અગાઉ ઇન્ડીયા સેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લીમીટેડમાં હોમ લોન લીધેલ હોય જે લોનના 9 લાખ ભરવાના બાકી હોય પરંતુ આરોપીને દોઢ લાખમાં સેટલમેન્ટ કરવું હોય જેથી તાજેતરમાં આરોપીએ અહીં માથાકુટ કરી હતી. જે અંગે પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.
દરમ્યાન પોલીસ ફરીયાદ બાબતનો ખાર રાખી આરોપી દિવ્યરાજસિંહ લાલબંગલા ખાતેની ઓફીસે આવીને કહેલ કે ગુલાબનગરથી કોન આવેલ છે જેથી ફરીયાદી હાર્દિકભાઇએ કહેલ કે હું આવેલ છું, દરમ્યાન આરોપીએ ફરીયાદીને કોને પુછીને આ ઓફીસ ખોલી છે તેમ કહીને ફરીયાદીને અપશબ્દો બોલી જો આજ પછી તું આ ઓફીસ ખોલીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી દીધી હતી. આથી હાર્દિકભાઇ દ્વારા સીટી-બીમાં આ મામલે દિવ્યરાજસિંહ જાડેજા સામે ફરીયાદ કરતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech