રિલાયન્સ રિટેલ ભારતમાં અસોસની પોતાની બ્રાન્ડ માટે મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિને સ્થાપિત કરશે
ભારતની અગ્રણી રિટેલર, રિલાયન્સ રિટેલ તથા 20 જેટલાથી યુકેની અગ્રણી ઓનલાઈન ફેશન રિટેલર અસોસ દ્વારા ભારતમાં ફેશન ક્ષેત્રની ક્ષિતિજોની પુનઃવ્યાખ્યા કરવાના ઉદ્દેશ સાથે લાંબાગાળાની ભાગીદારી કરવામાં આવી છે. આ વ્યૂહાત્મક ભાગીદારીએ ભારતીય ઉપભોક્તાઓ સમક્ષ વિશ્વ સ્તરીય રિટેલ અનુભૂતિની સાથે અતુલ્ય પસંદગીઓ પ્રસ્તુત કરવાની વચનબદ્ધતાની દિશામાં નોંધપાત્ર સીમાચિહ્ન સર કર્યું છે.
લાંબા-ગાળાના લાઈસન્સિંગ કરાર હેઠળ, રિલાયન્સ રિટેલ ભારતમાં તમામ ઓનલાઈન તેમજ ઓફલાઈન ચેનલ્સ સંબંધે અસોસ માટે એક્સક્લુઝિવ રિટેલ ભાગીદાર રહેશે. ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્ક્સ પર ઓપરેટ કરવાના પોતાના વ્યાપક અનુભવનો લાભ ઉઠાવીને રિલાયન્સ રિટેલ દ્વારા ફેશન-અગ્રણીના પોતાના બ્રાન્ડ લેબલ્સને અસોસ માટેની મલ્ટિ-ચેનલ ઉપસ્થિતિ તેમજ રિટેલ ફોર્મેટ્સની વૈવિધ્યપૂર્ણ શ્રેણીના માધ્યમે ભારતીય બજારો સમક્ષ પ્રસ્તુત કરશે, જેમાં એક્સક્લુઝિવ બ્રાન્ડ સ્ટોર્સ, મલ્ટિ-બ્રાન્ડ સ્ટોર એક્સપ્રેશન્સ તથા ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મ્સનો સમાવેશ થાય છે.
ફેશન-લવિંગ 20-સમથિંગના પ્રાપ્તિસ્થાન તરીકે, અસોસ એ ભારતના સૌથી મોટા ઓમ્ની-ચેનલ રિટેલ નેટવર્ક્સની સાથે ઓપરેટ કરવાની રિલાયન્સ રિટેલ્સની અતુલ્ય ક્ષમતા સાથે સહજતાથી જોડાઈ રહી છે. આ જોડાણ થકી લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ્સને શોધવા અને તેની સાથે જોડાવાની ભારતીય ઉપભોક્તાઓની રીતરસમમાં ક્રાંતિકારી પરિવર્તન આણવાનું વચન અપાય છે. આ કરાર એ અસોસની સૌપ્રથમ રાષ્ટ્ર-વ્યાપી એક્સક્લુઝિવ રિટેલ ભાગીદારી છે.
આ ભાગીદારી વિશે ટિપ્પણી કરતા, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડાયરેક્ટર, ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “આપણા ફેશન પરિવારમાં અસોસનું સ્વાગત કરતા હું રોમાંચ અનુભવું છે, જેના થકી વૈશ્વિક ટ્રેન્ડ્સની નાડ પારખીને તેની ભારતીય સ્ટોર્સમાં પ્રસ્તુતિ કરવાની અમારી કટિબદ્ધતામાં અમે હરણફાળ ભરી છે. આ ભાગીદારી ભારતના પ્રિમયર રિટેલ ડેસ્ટિનેશન તરીકેના અમારા સ્ટેટસને પ્રસ્થાપિત કરે છે, તેમજ એ સુનિશ્ચિત કરે છે કે અમારા ગ્રાહકોને તેમની ખેવના મુજબની અત્યાધુનિક ફેશન સ્ટાઈલ્સ સુધી પહોંચ પ્રાપ્ત થતી રહે.”
જ્યારે અસોસના સીઈઓ, જોસ એન્ટોનિયો રામોસે જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ દુનિયાભરના ફેશનપ્રેમીઓને લેટેસ્ટ તથા શ્રેષ્ઠ ટ્રેન્ડ્સ સુધી પહોંચ પૂરી પાડીને તેઓ જે બનવા માગે છે તે બનવાનો આત્મવિશ્વાસ પૂરો પાડવાનો છે. રિલાયન્સ રિટેલ સાથે મળીને, અમે અમારી ફેશન-અગ્રણી પોતાની-બ્રાન્ડ્સની ભારતના ગ્રાહકો સમક્ષ આ વિશ્વની સૌથી મોટી બ્રિટિશ ફેશન બ્રાન્ડ્સમાંની એક અસોસની સાથે પ્રસ્તુતિ કરવાનો રોમાંચ અનુભવી રહ્યા છીએ.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech