હજુ બે દિવસ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરતું હવામાન ખાતુ: બપોરના ૧૨ થી ૪ દરમ્યાન કામ સિવાય લોકોને બહાર ન નિકળવા લોકોને અપીલ
જામનગર સહિત સમગ્ર હાલારમાં અઠવાડીયા સુધી આકરી ગરમી રહ્યા બાદ ગઇકાલે સાંજે ૫૦ કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા લોકોને રાહત થઇ હતી અને તાપમાન ૩૬.૫ ડીગ્રીએ પહોંચી ગયું છે, જો કે આજથી બે દિવસ સુધી જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી હવામાન ખાતાએ કરી છે, હજુ કેટલાક જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ મહત્તમ તાપમાન ૩૬.૫ ડીગ્રી, લઘુતમ તાપમાન ૨૩.૫ ડીગ્રી, હવામાં ભેજ ૮૫ ટકા, પવનની ગતિ ૪૫ થી ૫૦ કિ.મી.પ્રતિકલાક રહી હતી. જો કે હજુ મોડી રાત્રે ઠંડો પવન જોવા મળે છે. આજે સવારે પણ વાતાવરણમાં સારી એવી ઠંડક જોવા મળી હતી, જો કે બપોરના ભાગે આકરો તાપ રહે છે, પરંતુ સાંજના ૬ વાગ્યા બાદ વાતાવરણ ખુશનુમા જેવું રહે છે.
છેલ્લા અઠવાડીયાથી કાલાવડ, ધ્રોલ, જોડીયા, કલ્યાણપુર, જામજોધપુર, લાલપુર, ફલ્લા, લાલપુર, સલાયા, દ્વારકા, ઓખા મંડળ, ખંભાળીયા, રાવલ, ભાટીયા, સલાયા સહિતના ગામોમાં પણ આકાશમાંથી લૂ વરસી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમાધવપુરના ડો.આંબેડકર ચોકમાં કરોડોના ગેરકાયદે દબાણો પર ફર્યું તંત્રનું બુલડોઝર
May 03, 2025 11:25 AMખેડૂતો ધ્યાન આપે... વરસાદની આગાહીને પગલે રાજકોટ યાર્ડ દ્વારા શું એલર્ટ જાહેર કરાયું?
May 03, 2025 11:24 AMકાલાવડના રીનારી ગામમાં કુંડીમાં ડુબી જતા બાળકનું મૃત્યુ
May 03, 2025 11:23 AMસોખડા ચોકડી પાસે રોંગ સાઈડમાં આવેલી બોલેરોએ કારને હડફેટે લેતા આધેડનું મોત
May 03, 2025 11:20 AMજી.જી. હોસ્પીટલના જુના બિલ્ડીંગમાં સાયબર અવેરનેશ પોસ્ટર લગાવાયા
May 03, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech