મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓ-બહેનો જોડાયા
ખંભાળિયામાં આંતરરાષ્ટ્રીય પુષ્ટી માર્ગીય વૈષ્ણવ મહાપરિષદ નવી લોહાણા મહાજન વાડી ખાતે વિવિધ સ્પર્ધાત્મક આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં નિબંધ અને અંતાક્ષરી સ્પર્ધામાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે શાખાના પ્રમુખ નિલેષભાઈ સામાણી, વિજયભાઈ પોપટ, વિમલ દાસાણી, પ્રતિક સાયાણી તથા પિયુષાબેન ગોકાણી, મમતાબેન સાયાણી દ્વારા વિવિધ સ્પર્ધાત્મક આયોજનમાં જામનગરથી પુ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદય ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વૈષ્ણવ શિલ્પાબેન ગોકાણી, ક્રિષાબેન દતાણી, રૂપલબેન સામાણી, યશ્વી દતાણી, હિના સોનૈયા, રશ્મીબેન ખગ્રામ તથા નેહાબેન ગુસાણી, મંજરીબેન દતાણી, રીધીબેન પંચમતીયા, ભારતીબેન અનેક બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય પુષ્ટી માર્ગીય વૈષ્ણવ મહા પરિષદ ગુજરાત રાજ્ય પ્રદેશના સંગઠન મંત્રી કમલેશભાઈ હેડાવ અને વૈષ્ણવ યુવા સંગઠન મોટી હવેલી જામનગર પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહેલ હતા. જેમાં અહીંના વૈષ્ણવ દિલીપભાઈ પંચમતીયા, જયસુખભાઈ સોનૈયા (પિંડારાવાળા), જીતુભાઈ સાયાણી, સુરેશભાઈ લાલ, મહેન્દ્રભાઈ સાયાણી સાથે અનેક અગ્રણીઓ, વૈષ્ણવ પણ જોડાયા હતા.
નિબંધ અને અંતાક્ષરી સ્પર્ધામાં ખુબ જ રસાકસી બાદ પ્રથમ નંબર યમુના સત્સંગ મંડળના અગ્રણી હિનાબેન સોનૈયા તથા રશ્મિબેન ખગ્રામ પ્રથમ નંબરે વિજેતા થયા હતા. જેને દરેક વૈષ્ણવ ભાઈ-બહેનોએ વધાવ્યા લીધેલ. નિર્ણાયક તરીકે જામનગરના ભાર્ગવ વસંત અને વિમલ દાસાણીએ સેવા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમલેશભાઈ હેડાવએ કર્યું હતું.
પ્રથમ ક્રમ મેળવેલા હીનાબેન સોનૈયા અને રશ્મીબેન ખગ્રામ તથા દરેકને પુ.પા.ગો.શ્રી વલ્લભરાયજી મહોદયના વરદ હસ્તે પુરસ્કાર તથા સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા. વૈષ્ણવ બહેનો નિરુબેન બદીયાણી, કિરણબેન દતાણી, રમાબેન લાલ તથા મીનાબેન દાવડા વિગેરેએ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં આભારવિધિ જયસુખ સોનૈયા (પિંડારાવાળા) દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech