નવરાત્રિના પાવન પર્વમાં આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં પાંચમા નોરતે ભકિત અને પરંપરાનો સુંદર સંગમ જોવા મળ્યો હતો. આધશકિત મા જગદંબાની આરાધના સાથે રાસ–ગરબાની રંગત જામી હતી. રાસોત્સવના ગ્રાઉન્ડમાં હજારો ખેલૈયાઓ ઉમટી પડતાં સમગ્ર માહોલ ઉત્સાહ, ઉમંગ અને ભકિતના રંગે રંગાઈ ગયો હતો. પરંપરાગત ગરબાની રમઝટ અને આધુનિક સંગીતના તાલે ખેલૈયાઓએ મન મૂકીને ગરબે ઘૂમી નવરાત્રિની અનોખી મજા માણી હતી.
રાસોત્સવમાં બાન લેબ્સના મૌલેશભાઈ ઉકાણી, મારવાડી ચંદારાણા ગ્રુપના જીતુભાઈ ચંદારાણા, કોર્પેારેટર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ કોર્પેારેટર મનિષરાડિયા, પ્રદેશ ભાજપ અગ્રણી ચેતન રામાણી, ભાજપ અગ્રણી મુકેશ દોશી, મ્યુનિ.સિટી એન્જિનિયર અતુલ રાવલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ મનોજ રાઠોડ, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. જાતિન પટેલ, મત્રં એડના આશિષભાઈ પટેલ, કલાવીદના રાકેશભાઈ, જલારામ પબ્લીસીટીના જનકભાઈ, આશાપુરા એડના વિપુલ મોઢા, રોલેકસ રિંગ્સના મનીષભાઈ માડેકા, પાણ હેલ્થના મનસુખભાઈ પાણ અને ચિરાગભાઈ પાણ, પેરેગોનના અનિલભાઈ, અગ્રણી ધારાશાક્રીઓ અશં ભારદ્રાજ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો–ઓપ્ટ મેમ્બર સી. એચ. પટેલ, યુવા યગં લોયર્સના પ્રમુખ, કિરીટભાઈ નકુમ, સેક્રેટરી હેમાંશુ પારેખ, રાજકોટ બાર એસો.ના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ પટેલ, ખાણ ખનિજના આસિસ્ટન્ટ ડિરેકટર અંકિત ભટ્ટ સહિતના સમાજશ્રેિઓ, અધિકારીગણ, ઉધોગપતિઓ તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આજકાલ પરિવારના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર–ઇન–ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવાએ રાસોત્સવમાં પરિવાર સહીત વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. તેમની હાજરીથી આયોજકો અને ખેલૈયાઓમાં ઉત્સાહનો સંચાર થયો હતો. તેમણે ખેલૈયાઓને પ્રોત્સાહિત કરી રાસોત્સવના માહોલને વધુ ઉત્સાહસભર બનાવ્યો હતો.
રાસોત્સવના મેદાનમાં એક તરફ મા જગદંબાની આરાધનાનો માહોલ હતો, તો બીજી તરફ ખેલૈયાઓના ઉત્સાહે સમગ્ર વાતાવરણને જીવતં બનાવી દીધું હતું. ગ્રાઉન્ડમાં ખેલૈયાઓએ તાલબદ્ધ પગલાં અને સુંદર હાવભાવ સાથે પોતાની કળાનું પ્રદર્શન કયુ હતું. તેમની અદભુત ઊર્જા અને ઉત્સાહે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ગરબાના જાણીતા સૂર વાગતાં જ ખેલૈયાઓનો ઉત્સાહ વધુ વધતો જોવા મળ્યો હતો.
પાંચમા નોરતે જામેલી રાસની રંગતે નવરાત્રિની ખુશીઓને વધુ યાદગાર બનાવી હતી. ભકિત, સંગીત, પરંપરા અને ખેલૈયાઓના અદમ્ય ઉત્સાહથી ભરપૂર આ રાસોત્સવે ઉપસ્થિત ગરબાપ્રેમીઓ માટે આનંદમય વાતાવરણ સર્જ્યું યુ હતું.
આજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવ માત્ર ગરબા રમવાનું સ્થળ જ નહીં, પરંતુ ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને સામૂહિક ઉત્સવની ભાવનાને જીવતં રાખતું મચં પણ બન્યું હતું.
પરિવારજનો, મિત્રો અને ગરબાપ્રેમીઓએ સાથે મળીને નવરાત્રિના રંગોને માણ્યા હતા. સમગ્ર ગ્રાઉન્ડમાં ઉત્સવનો માહોલ છવાયો હતો અને ખેલૈયાઓએ મા અંબાની ભકિત સાથે ગરબાની રમઝટનો આનદં લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ગુડ ન્યૂઝ: DAમાં 3%નો વધારાની શક્યતા
October 16, 2026 06:07 PMનીતિશ કુમાર સાથે રહીને મેં નવ લોકોની હત્યા કરાવીઃ JDU ધારાસભ્યના નિવેદનથી ખળભળાટ
October 16, 2026 05:58 PMરિલાયન્સના કર્મીઓને 15 દિવસ પહેલા પગાર, મુકેશ અંબાણીએ જિયો IPO પર લગાવ્યો મોટો દાવ
October 16, 2026 05:12 PMજામનગર શહેરના પોશ એરીયાના પેન્ટ હાઉસના માલીક સામે અદાલતની લાલ આંખ
October 16, 2026 05:05 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
