જામનગર શહેરના પોશ એરીયાના પેન્ટ હાઉસના માલીક સામે અદાલતની લાલ આંખ

  • October 16, 2026 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર શહેરના પોશ એરીયાના પેન્ટ હાઉસના માલીક સામે અદાલતની લાલ આંખ

અગાસીના હકકો અંગે મહત્વનો ચુકાદો

જામનગરના પોશ વિસ્તાર સ્વસ્તીક સોસાયટીના અતિ જાણીતા અને પોશે એપાટેમેન્ટ સીલ્વર આર્ક બિલ્ડીંગ અને તેની અગાસી અંગે અદાલતનો ખુબ જ મહત્વનો ચુકાદો, બિલ્ડીંગને પેન્ટહાઉસના માલીક અને અન્ય રહિશો વચ્ચે ચાલી રહેલા દાવોનો દોઢ દાયકા બાદ અદાલતે આપ્યો અગાસી તરફનો દરવાજો બંધ કરવાનો આદેશ.

શહેરના અતિ સમૃધ્ધ વિસ્તારમાં બૌધિક વેપાર વગેમાં બિલ્ડીંગ, તેના કોમન હકકો, દસ્તાવેજની શરતો, મંજુર પ્લાન આવી બધી કાનુની બાબતો લઈ રસપ્રદ કાનુની જંગનુ મંડાણ થયેલ.

સીલ્વર આર્ક સ્વસ્તીક સોસાયટી જામનગર ખાતે સીલ્વર આર્કના રહિશો સુભાષભાઈ વોરા, વિમલ વારીયા અને ગુજ. જયોત્સનાબેન દોશીએ આ બિલ્ડીંગના ટોપ ફલોર પર આવેલ ડુપ્લેક્ષ ફલેટ નં. ડી-૫ ના માલીક ભાવેશ મહેતા સામે જામનગરની અદાલતમાં દાવો દાખલ કરેલ. તકરાર એ હતી કે ટોપ ફલોર પર આવેલ પેન્ટહાઉસના માલીક ભાવેશ મહેતાએ બિલ્ડીંગની અગાસીમાં નવો દરવાજો નાખી અને બિલ્ડીંગના ટોપ ફલોર પર આવેલ અગાસી પર નવી ચાલ અને હકકો ઉભા કરી અગાસી પોતાની માલીકી હોવાનો હકક આગળ ધરેલ, આથી બિલ્ડીંગના અન્ય રહિશો અદાલતની વાટ પકડેલ અને પેન્ટ હાઉસમાં સમાવેશ થતી અગાસી તેના માલીકની હોઈ શકે પરંતુ જે ૧૦૦૦ થી ૧૨૦૦ ફુટ અગાસી ડી-૫ ના માલીકો પોતાના જોગના દસ્તાવેજના આધારે હકકદાવો કરી રહયા છે તે અગાસી કોમન છે અને આ પેન્ટહાઉસના માલીક ભાવેશ મહેતાને તેમાં કોઈ હકક અધિકાર નથી અને તે દરવાજો બંધ કરી ત્યાં ફરી દિવાલ ચણી દે તેમ ઠરાવવા અદાલત સમક્ષ સિવીલ દાવો દાખલ કરેલ.

બન્ને પક્ષે પુરાવાઓ રજુ કરેલ. મંજુર થયેલ નકશાઓ, અલગ અલગ દસ્તાવેજો, કોર્ટે કમિશ્ન રૂબરૂ પંચનામ અને વિવિધ ખાતાની જુબાનીઓ પુરી થયા બાદ કાનુની દાવપેચ અને વિવિધ પ્રાવધાનો સાથે ખુબ જ લંબાણ પુર્વકની દલીલો રજૂ કરવામાં આવેલ,પ્રતિવાદી ભાવેશ મહેતાની સચોટ ઉલટ તપાસ કરેલ અને ધારદાર દલીલો એડવોકેટ વિરલ રાચ્છે રજુ કરેલ. જામનગરની અદાલતમાં આ કેસનો ચુકાદો તાજેતરમાં એડી. સીવીલ જજ કે.એમ. ભટ્ટ દ્રારા આપવામાં આવેલ જેમાં ટોપ ફલોર પર આવેલ અગાસી પર પ્રતિવાદી ભાવેશ મહેતાને દરવાજા મુકવા કોઈ હકક અધિકાર નથી અને ત્યાં દરવાજો બંધ કરી ૩૦ દિવસમાં દિવાલ ચણવાનો આદેશાત્મ હુકમ કરેલ છે. આ કેસમાં વાદી વતી સીનીયર વકીલ વિરલ રાચ્છ તથા સહયોગી વકીલ સોહીલ બેલીમ, સોનલ વારીયા, વાશ્વી શેઠ, સલમાન શેખ, પ્રાંજલ શાહ, જીમી બુધ્ધદેવ, જીત બુધ્ધદેવ રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application