લોકસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાનો આવતીકાલે અંતિમ દિવસ હોવાથી આજે ભારે ઘસારો રહ્યો હતો. ભાજપે નવસારીમાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું અને અમરેલીમાં ભરતભાઈ સુતરીયા નું ફોર્મ ભયુ છે.પાટીલે ફોર્મ ભરતા પહેલા વિશાળ રેલી કાઢી હતી અને તેમણે યારે ફોર્મ ભયુ ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહામંત્રી રજનીભાઈ પટેલ પ્રદેશ ઉપ–પ્રમુખ એમ. એસ. પટેલ સંગઠન મહામંત્રી રત્નાકર ગૃહરાયમંત્રી હર્ષ સંઘવી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે આજે જૂનાગઢમાં હીરાભાઈ જોટવા, પાટણમાં ચંદનજી ઠાકોર ખેડામાં કાળુસિંહ ડાભી વડોદરામાં જસપાલસિંહ પઢિયાર અમદાવાદ પૂર્વમાં હિંમતસિંહ પટેલ આણંદમાં અમિતભાઈ ચાવડા દાહોદમાં ડોકટર પ્રભાબેન તાવિયાડ અને સુરતમાં નિલેશ કુંભાણીએ ફોર્મ ભર્યા છે. કોંગ્રેસના આ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ત્યારે આગેવાનો શકિતસિંહ ગોહિલ મુકુલ વાસનીક ઇન્દ્રવિજયસિંહ ગોહિલ જગદીશભાઈ ઠાકોર ચંદ્રિકાબેન ચુડાસમા દિનશા પટેલ બિમલ શાહ ઉષા નાયડુ સિદ્ધાર્થ પટેલ પંકજ પટેલ અમીબેન યાજ્ઞિક પંકજભાઈ શાહ ભરતભાઈ સોલંકી લાલજીભાઈ દેસાઈ કદીર પીરઝાદા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.ભાજપ આવતીકાલે ગાંધીનગર બેઠક પર અમીતભાઈ શાહ અને જામનગર બેઠક પર પૂનમબેન માડમ નું ફોર્મ ભરશે. યારે કોંગ્રેસ આવતીકાલે રાજકોટ બેઠકના ઉમેદવાર પરેશ ધાનાણી નું ફોર્મ ભરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech