સલાયા તથા આજુબાજુના ગામોમાં ૨૦૦ રૂપિયાની ચિલ્ડ્રન બેંકની નોટોથી ઘણા છેતરાયા

  • November 15, 2025 12:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સલાયા તેમજ આજુબાજુના ઘણા લોકો હાલમાં એક ચાલાકીનો શિકાર બની છેતરાયાની ફરિયાદો ઉઠી છે. સલાયામાં ફોટોમાં દર્શાવાયા મુજબની ૨૦૦ રૂપિયાની નોટની ખુબજ ભરતી આવતી ચિલ્ડ્રન બેંકની નોટો છેતરીને લોકોને છેતરવાના પ્રયોગો થઈ રહ્યા છે.જાણવા મળેલ વિગત મુજબ ૨૦૦ રૂપિયાની અસલી ચલણી નોટ સાથે ખુબજ ભરતી આવતી જેમાં મહાત્મા ગાંધીજીની પણ તસવીર આવેલ છે અને કલર પણ અસલી નોટો સાથે મેચ થતો હોય છે.જેથી ઘણા લોકો આનો શિકાર બન્યા છે. 


આ ૨૦૦ વારી નોટની સાઇઝ પણ અસલી નોટો જેવીજ હોય મોટા વ્યાપારી તેમજ બુઝર્ગ અને અશિક્ષિત વ્યક્તિ આનો ભોગ બને છે. સરકારે આવી ખુબજ ભરતી આવતી ૨૦૦ ની નકલી નોટો બનાવતી કંપની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.તેમજ બજારમાં પણ આવી બાળકોની રમત માટે બનાવટી નોટોમાં આટલી બધી સામ્યતા ન હોવી જોઈએ. હાલ ઘણા લોકો છેતરાયાના કિસ્સા ગામમાંથી જાણવા મળે છે. હવે પોલીસ અને સરકારે તુરંત આ બાબતે યોગ્ય પગલા ભરવા માંગ કરાઈ છે. તેમજ એક વ્યવસ્થિત ગાઈડ લાઇન બહાર પાડી અને આવી સામ્યતા વારી નોટો બનાવતી કંપની ઉપર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application