જામનગર ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેંકના ઉપક્રમે આત્મનિર્ભર ભારત અભિયાન-૨૦૨૫ અંતર્ગત સમસ્ત હાલાર સહકારીતા સ્નેહ મીલનનું જે આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં જે રીતે સ્વયંભૂ આવેલી જંગી મેદની જોવા મળી હતી, તે એ બાબતનો સંકેત હતી કે, આયોજન તો સફળ રહ્યું જ છે, ઉપરાંત એવા આયોજકો માટે પણ લોકોની હાજરી બોધરૂપ બની છે જે ઘણી વખત કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરવા માટે આકાશ-પાતાળ એક કરતા હોય છે.
જયાં સ્વયંભૂ લોકો આવે ત્યાં કેવી હાજરી હોય તે સહકારીતા સંમેલનમાં ઉપસ્થિત મેદની પરથી જોવા મળ્યું છે. સુત્રોનું માનીએ તો આ સ્નેહમીલન સમારોહમાં જામનગર તથા દેવભુમિ દ્વારકાના સહકારી ક્ષેત્રે જોડાયેલા હોદેદારો, આગેવાનો, ખેડુતો અને ગ્રામજનો રીતસર ઉમટી પડયા હતાં અને અંદાજે ૧૦ થી ૧૫ની હજારની વચ્ચે લોકોની હાજરી રહી હોવાનું જોવા મળ્યું છે જે બાબત અસધારાણ છે અને નોંધપાત્ર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભાડૂઆતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આવું નહીં કરો તો 1,00,000નો ભારે દંડ થઈ શકે છે
March 09, 2026 05:44 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
