જામનગરમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત સૌરાષ્ટ્ર ઝોન બહેનોની બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ
અંડર ૧૭ વયજૂથમાં પ્રથમ ક્રમે રાજકોટ ગ્રામ્ય અને દ્વિતીય ક્રમે જામનગર ગ્રામ્યની ટીમો તથા ઓપન વયજૂથમાં પ્રથમ ક્રમે ભાવનગર શહેર અને બીજા ક્રમે જામનગર શહેરની ટીમો વિજેતા થતા રાજ્યકક્ષાએ ભાગ લેશે
ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધાનું તેમજ સૌરાષ્ટ્ર ઝોનની બાસ્કેટબોલ બહેનોની ઓપન વયજૂથ સ્પર્ધાનું આયોજન આયોજન તા.૧૭ થી ૧૯ ફેબ્રુઆરી અને તા.૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમિયાન બાસ્કેટબોલ કોર્ટ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જિલ્લા પંચાયતની સામે, જામનગર ખાતે જીલ્લા રમત ગમત અધિકારી જામનગર શહેર દ્વારા કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર ઝોન અંડર ૧૭ વયજુથની બહેનોની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર ઝોનમાં આવતા જુદા-જુદા જિલ્લાઓની વિજેતા કુલ ૧૪ બહેનોની ટીમો અને ૧૬૮ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમ રાજકોટ ગ્રામ્યની ટીમ અને દ્વિતીય ક્રમે જામનગર ગ્રામ્યની ટીમ વિજેતા થયા હતા જેઓ રાજ્યકક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધામાં ભાગ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMદ્વારકામાં વધુ એક શખ્સ સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ
May 14, 2025 01:32 PMસમપર્ણ સર્કલથી સ્વામીનારાયણ મંદિર સુધીનો રસ્તો બે માસ સુધી એક માર્ગીય
May 14, 2025 01:29 PMજીઆઇડીસીના મામલે જામ્યુકોની તરફેણમાં ચુકાદો આવતા ૧૨ કરોડ વસુલાશે
May 14, 2025 01:27 PMરીબેટ યોજનાને હવે માત્ર ૧૬ દિવસ બાકી: શહેરીજનોને લાભ લેવા અપીલ
May 14, 2025 01:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech