ધુંવાવ પાસે પૂર્ણેશ્ર્વર મહાદેવ મંદિરથી મુરલીધર ટ્રેકટર સુધીનો રસ્તો બે માસ સુધી બંધ રાખવા મ્યુ.કમિશ્નરની જાહેર નોટીસ
જામનગર મહાપાલીકાના કમિશ્નર ડી.એન.મોદીએ સમર્પણ હોસ્પિટલ પાસેથી સ્વામીનારાયણ મંદિર સુધી જતો રસ્તો એક માર્ગીય કરતું જાહેરનામુ બહાર પાડયું છે, ભુગર્ભ ગટરની કામગીરી કરવાની હોય અકસ્માત નિવારવા માટે તા.૧૪થી તા.૧૩ જુલાઇ સુધી બે માસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ પાઠવી છે.
આ નોટીસમાં જણાવાયું છે કે, સમર્પણ હોસ્પિટલ પાસે સર્કલથી ખંભાળીયા બાયપાસ સર્કલ પર આવેલ સ્વામીનારાયણ મંદિરના ગેઇટથી ખંભાળીયા બાયપાસ સર્કલ સુધી રસ્તાની મઘ્ય રેખા પર રોડ ડીવાઇડરની દક્ષીણ દીશા તરફનો રસ્તો બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે સમર્પણ હોસ્પિટલથી ખંભાળીયા બાયપાસ સર્કલ સુધીનો મઘ્ય રેખા પરના રોડ ડીવાઇડરની ઉત્તર દિશા તરફનો રસ્તો ખુલ્લો રહેશે.
બીજી એક જાહેર નોટીસમાં જણાવાયું છે કે, ધુંવાવ પાસે જામનગર-રાજકોટ મુખ્ય રસ્તા પર પૂર્ણેશ્ર્વર મહાદેવના મંદિરથી હાપા રેલ્વે સ્ટેશનવાળા મુખ્ય રસ્તા, રવિ પેટ્રોલ પંપ થઇ બીએસએનએલના ગોડાઉન પાસે મુરલીધર ટ્રેકટર સુધી રાજકોટથી જામનગર આવતાં રસ્તાની મઘ્ય રેખા પરના રોડ ડીવાઇડરની દક્ષીણ દીશા તરફના રસ્તાના ભૂગર્ભ ગટરની મુખ્ય પાઇપલાઇન નાખવાની હોય સલામતીના ભાગપે તા.૧૪થી તા.૧૩ જુલાઇ સુધી બે માસ માટે તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ રાખવા જાહેર નોટીસ બહાર પાડવામાં આવી છે.
આ નોટીસમાં જણાવાયું છે કે, પૂર્ણેશ્ર્વર મહાદેવના મંદિરથી હાપા રેલ્વે સ્ટેશન મુખ્ય રસ્તા થઇ મુરલીધર ટ્રેકટર સુધી આવતા વાહનો રસ્તાની મઘ્ય રેખા પરના રોડ ડીવાઇડરની દક્ષીણ દીશા તરફ રસ્તો બંધ રહેશે જેની વૈકલ્પીક વ્યવસ્થા માટે ધુંવાવ પાસે જામનગર-રાજકોટ મુખ્ય રસ્તા પાસે પૂર્ણેશ્ર્વર મહાદેવના મંદિરથી હાપા સ્ટેશન થઇ મુરલીધર ટ્રેકટર મુખ્ય રસ્તા સુધી રસ્તાની મઘ્ય રેખા પરના રોડ ડીવાઇડરની ઉત્તર દીશા તરફનો રસ્તો પરીવહન માટે ખુલ્લો રહેશે, આ નોટીસનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ ૧૯૪૯ કલમ ૩૯૨ મુજબ દંડની કાર્યવાહી કરવામાં આવશે.