શહેરના યુનિવર્સિટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ પાછળ રહેતા નર્સ ચૌલાબેન ત્રિભુવનદાસ પટેલ (ઉ.વ 53) ની સોમવારે રાત્રિના તેમના ઘરની પાછળ જ રહેતા કાનજી ભીમજી વાંજા(ઉ.વ 34) નામના શખસે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. પોલીસે આરોપીને પૂછતાછ કરતા કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી નર્સની હત્યા કરનાર આ શખસ વિક્રુત માનસિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. તેના મોબાઈલ ફોનમાં અશ્લીલ સાહિત્યની ભરમાર જોવા મળી હતી. તે જાહેર સ્થળો પર ચોરી છુપેથી યુવતીઓના વીડિયો પણ ઉતારી લેતો હતો. છેલ્લા એકાદ માસ કરતા વધુ સમયથી તે નર્સની રેકી કરી તેનો પીછો કરતો હતો. દરમિયાન સોમવારે રાત્રિના બદ ઇરાદા સાથે તે નર્સના ઘરમાં ઘૂસ્યો હતો. પ્રતિકાર કરતા તેની હત્યા નિપજાવી દીધી હતી.
છરીના ઘા ઝીંકી નર્સની હત્યા કરી
જાણવા મળતી વિગતો મુજબ, મૂળ અમદાવાદના દસક્રોઇ જિલ્લાના કુહા ગામના વતની અને ચાર માસથી રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી રાજકોટ કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં નર્સ તરીકે ફરજ બજાવનાર ચૌલાબેનના ઘરે રાત્રિના તેમના ઘરની પાછળ જ રહેતો કાનજી વાંજા ઘરમાં ઘૂસી આવ્યો હતો. છરીના ઘા ઝીંકી નર્સની હત્યા કરી તે નાસી પોતાના ઘરે બાથરૂમમાં છુપાઈ ગયો હતો. જોકે પાડોશીએ તેને બાથરૂમમાં જ પુરી દીધો હતો. બાદમાં પોલીસે અહીં પહોંચી આરોપીને ઝડપી લીધો હતો.મૃતકના ભાઈ શિવાંગ ત્રિભોવનભાઈ પટેલની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે આરોપી કાનજી વાંજા સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
એકાદ માસ કરતા વધુ સમયથી નર્સનો પીછો કરતો હતો
નર્સની હત્યા કરનાર કાનજીની પૂછતાછમાં કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. આરોપી વિક્રુત માનસિકતા ધરાવતો હોય તે છેલ્લા એકાદ માસ કરતા વધુ સમયથી નર્સનો પીછો કરતો હતો. નર્સ ક્યાં સમયે નોકરી પર જાય છે ક્યારે ઘરે આવે છે સહિતની બાબતોની તેને અગાઉથી જ માહિતી મેળવી લીધી હતી.
આરોપીને જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી
એટલું જ નહીં પોલીસે જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલ ફોનની તપાસ કરતા તેમાંથી અશ્લીલ સાહિત્યની ભરમાર મળી હતી. આરોપી ફરવા લાયક સ્થળો અને જાહેર સ્થળોએ યુવતી અને મહિલાઓના વીડિયો ગુપ્ત રીતે પોતાના મોબાઇલ ફોનમાં ઉતારી લેતો હતો. આરોપીના મોબાઇલમાં આવા સંખ્યાબંધ વીડિયો મળી આવ્યા છે. પોલીસ દ્વારા આ અંગે જરૂર કાર્યવાહી કરી આજરોજ બપોરબાદ આરોપીને જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.
આ કામગીરીમાં યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એચ.એન. પટેલની રાહબરીમાં પી.એસ.આઇ વી.ડી. ડોડીયા તથા સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech