૭૬ મા પ્રજાસતાક દિવસની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર હસ્તક ની શાળા નંબર ૨૪.૪૬ અને ૩૯ ના સંયુક્ત ઉપક્રમે ધ્વજવદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં પ્રભારી વિમલભાઈ સોનછાત્રા તથા શાળાની ઉચ્ચ અભ્યાસ કરતી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી અપાઈ હતી. અને અતિથી વિશેષ તરીકે કોર્પોરેટર આનંદભાઈ રાઠોડ પધારેલ હતા તથા પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું.તેમજ શાળા નં.૨૪ ની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિ ગીત તથા કોમલ સોલંકી દ્વારા સંસ્કૃત મા વક્તવ્ય તથા શાળા નં.૩૯ ના બાળકો દ્વારા વૃક્ષોનું મહત્વનું વર્ણન કરતુ નાટક તથા પૃથ્વીપરી દ્વારા અંગ્રેજીમાં ગણતંત્રદિવસ અંગેનું વક્તવ્ય તથા શાળા નં.૪૬ ની વિદ્યાર્થીનીઓ દ્વારા સમૂહ કવાયત રજૂ કરવામાં આવી હતી. શાળા નં.૨૪ ના આચાર્ય અલ્પેશભાઈ કટેશીયા દ્વારા તથા શાળા નં.૩૯ ના સમગ્ર સ્ટાફ દ્વારા રજુ કરેલ કૃતિઓને રોકડ પુરસ્કાર આપેલ હતું સમગ્ર વાતાવરણ દેશ ભક્તિમય બની ગયું હતું. શાળા નં.૨૪ ની ઉચ્ચ અભ્યાસ કરતી ભૂતપૂર્વ દીકરીઓને સન્માનિત કરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રભારી બિમલભાઈ સોનછાત્રા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં શાળા નં.-૨૪ના આચાર્ય શ્રી અલ્પેશભાઈ કટેશીયા, શાળા નં.- ૪૬ ના આચાર્યશ્રી ચંદ્રકાંતભાઈ ખાખરીયા તથા ઈ.આ. હેતલબેન રાડીયા અને શાળા નં. ૩૯ ના આચાર્ય હીનાબેન ચૌહાણ તેમજ તમામ શિક્ષકગણ હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન શાળા નં. ૨૪ ના શિક્ષક કૃતિબેન દવે, દ્વારા કરવામાં આવ્યું હતું. અને અલ્પેશભાઈ કટેશીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech