અઠવાડીયામાં માત્ર એક જ વખત પાણીની આવક : પ્રદુષીત પાણીની આવક: લોકો દ્વારા રોષની લાગણી: ‘હર ઘર જલ’ ‘જલ જીવન અભિયાન’ જેવી સરકારી યોજના માત્ર ચોપડા પુરતી જ
જામનગરના દરેડ ગામમાં હાલ પીવાના પાણીની અછતને લઇને લોકો ત્રાહીમામ થઇ રહ્યા છે, લોકો દ્વારા ગ્રામપંચાયત તથા સરકાર તરફેણ આક્રોષ જોવા મળી રહ્યો છે, હાલ ખોડીયારનગરમાં પાણીને લઇને લોકોના સરકાર માટે ઘણા પ્રશ્ર્નો છે.
હાલ ઉનાળાની ધકધકતી ગરમીમાં લોકોને પાણીની વધુ જર પડતી હોય છે અને અત્યારે ડેમ તથા નદીઓના પાણી પણ ધીમે ધીમે ખુટતા જાય છે, ત્યારે લોકો દ્વારા પાણીના પ્રશ્ર્નો ઉભા થાય છે, પ્રજાની સરકાર તરફથી પુરતુ અને સ્વચ્છ પાણી મળી રહે તેવી માંગ વારંવાર કરવામાં આવે છે.
આજકાલ દ્વારા દરેડ ગામની મુલાકાત લેતા દરેડ ગામના ખોડીયારનગરના લોકો દ્વારા જાણવા મળ્યું કે હાલ ખોડીયારનગરમાં અંદાજીત 500 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે આ વિસ્તારમાં સરકાર દ્વારા પુરતુ પાણી પહોંચાડવામાં આવતું નથી અને જો પાણી પુરતુ આવ્યું તો તેમાં કાદવ, કીચડ જેવું પ્રદુષિત પાણી આવે છે.
જામનગર શહેરમાં દરેડ ગામમાં ખોડીયારનગરમાં રહેતા દક્ષાબેન વાઢેરએ જણાવ્યું કે અત્યારે અમારે પીવાના પાણીની કોઇ જાતની સુવિધા જ નથી અમે લોકો પુરો ટેક્સ ભરીએ છીએ, વારંવાર સરપંચ વિનુભાઇ તાળાને ફરીયાદ અને રજુઆત કરતા હજુ સુધી આ સમસ્યાનું કોઇ નિરાકરણ થયું નથી.
ખોડીયારનગરના લોકો દ્વારા જાણવા મળ્યું કે પાણીની આવક માત્ર 20-25 મીનીટ જ હોય છે અને પાણી અઠવાડીયામાં માત્ર એક જ વખત આવે છે અને પાણીનો નળ ખોલવા આવનાર (વાલ્વમેન)ને વિનંતી કરીએ તો અમને પાણી વધારે આપો તો તે સામે રોષજાળે છે, જેમ અમે કોઇ પાણીનો ટેકસ જ નહિં ભરતા હોય તે રીતે, અમારે જયારેપણ પુરતુ ટાઇમ પાણી મળે છે ત્યારે પાણીમાં કાદવ, કીચડ નિકળે છે, પાણીને બે થી ત્રણ દિવસ સાઇડમાં મુકીને અને 4 થી 5 વાર શુદ્ધ કરી પછી તેનો ઉપયોગ ન્હાવામાં કે પછી ઘર વપરાશમાં થઇ શકે તેવું પાણી આવે છે, છેલ્લા બે વર્ષમાં પીવા લાયક પાણી તો અમારે ત્યાં હજુ સુધી આવ્યું જ નથી.
દર વખતે ઉનાળામાં આ તકલીફો પડે જ છે, અમને લોકોએ પાણીના ટાંકા વહેંચાતા લઇને ઘર વપરાશ કે પીવા માટે લેવા પડે છે, લગભગ એક ટાંકો 350-400 પીયાનો આવે છે અને તેવા 5 થી 6 ટાંકા અમને એક મહિનામાં જર પડે છે, પુરેપુ ટેકસ ભરવા છતાંય આ ટાંકા વહેંચાતા લેવા પડે તો ટેકસ ભરવાનો મતલબ જ શું?, જો ટેકસ નહિં ભરીએ તો સરકારી અધિકારીઓ આવીને પાણીની લાઇન કાપી જશે તેવું હાલ ખોડીયારનગરની પ્રજા દ્વારા કહેવામાં આવ્યું છે.
સરકાર દ્વારા વર્ષ 2021-22માં જલજીવન અભિયાન શ કરવામાં આવ્યું છે, તેમાં કરવેરાના બજેટ બહાર પાડવામાં આવ્યા છે, તેમજ વર્ષ 2022-23માં હર ઘર જલ રાજય બનાવવાની યોજના રજુ કરી કરોડોના બજેટ ફાળવવામાં આવ્યા હતાં, આ બધી યોજના માત્ર કાગળો પુરતી જ હોય છે તેવું લાગે છે કેમ કે જામનગરના દરેડ ગામના હાલ અમુક વિસ્તારમાં પાણી નથી, અમુક વિસ્તારમાં પાણીની લાઇન નથી, અમુક વિસ્તારમાં પુરતુ પાણી આવતું નથી, તો અમુક વિસ્તારમાં પાણીની જગ્યાએ ગટરની આવક જોવા મળે છે, તો આ કરોડોના બજેટ ફાળવનાર સરકાર ન્યુઝપેપર કે ટીવીમાં જાહેરાતો કરીને આ બધી યોજનાઓ ભુલી જઇને પ્રજાને મુર્ખ બનાવે છે કે શું? કે પછી નીચલા સ્તરના કર્મચારીઓ આ બજેટ ફાળવીને ભ્રષ્ટાચાર કરે છે? તેવા કેટલાક પ્રશ્ર્નો ઉભા થાય છે.
હાલ જામનગરનું ધમધમતુ ગામ દરેડ તેમાં પાણીના પ્રશ્ર્નોને લઇને પ્રજા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને પ્રજા દ્વારા સરકાર માટે રોષ જોવા મળી રહે છે, ખોડીયારનગરના લોકો દ્વારા સરકારને માત્ર એટલી જ માંગ છે કે સ્વચ્છ અને પુરેપુરો ટાઇમ પાણી આપો, જે અત્યારે અઠવાડીયામાં માત્ર એક જ વાર પાણી આવે છે તેની જગ્યાએ બે થી ત્રણવાર પાણી આવે તેવી માંગ ખોડીયારનગરના લોકો દ્વારા કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech