સલાયા હુશેની ચોક ખાતે રમીજ સીલેક્સન નામની દુકાનમાં સેમસંગ ગેલેક્સી કંપનીના તેમજ આઇફોન ૧૭ કંપનીના ડુબ્લીકેટ મોબાઇલ ફોન નંગ-૦૭ કિ.રૂ.૪૨,૦૦૦ના વેચાણ કરતા મળી આવતા મરીન પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા તથા જામખંભાળીયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ દ્વારા અનલિગલ પ્રવૃતિઓ પર વોચ રાખવા આવેલ હોય જે અન્વયે સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ. જોશીના માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા કરણભાઇ દેવસીભાઇ સોંદરવાને ખાનગી બાતમીદાર મારફતે ચોકકસ હકીકત મળેલ કે સલાયા હુશેની ચોક ખાતે આવેલ રમીજ સીલેક્સન નામની દુકાન ચલાવતો રમીજ ઇશા ગજીયા રહે.સલાયા ભીમપાળો પોતાની દુકાનમા ડુપ્લીકેટ મોબાઇલ વેચાણ કરે છે જેથી પોલીસે દરોડો પાડી રમીજ ઇશાભાઇ ગજીયા મુસ્લીમ વાઘેર ઉ.વ.૩૦ ને પકડી લીધો હતો. તેની પાસેથી ડુપ્લીકેટ સેમસંગ ગેલેકસી કંપનીના ૩ મોબાઇલ, ડુપ્લીકેટ આઇફોન કંપનીના ૪ મોબાઇલ શકપડતી મિલકત તરીકે કબ્જે કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application