સરકારી અનાજ વિતરણ કરતા દુકાનદારોને માર્ચ મહિનાનું કમિશન મળવાનું બાકી

  • May 04, 2026 08:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર વ્યાજબી ભાવના દુકાનાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને કલેકટર તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. તેમજ માર્ચ-૨૦૨૬નું બાકી કમિશન, એપ્રિલ-૨૦૨૬નું કમિશન સમયસર મળવા સહિતના મુદ્દા સાથે પોતાની મુશ્કેલીઓની રજૂઆત કરી ઉકેલ લાવવા જિલ્લ પુરવઠા અધિકારીને આવેદન આપ્યું છે.રાજકોટ દુકાનદાર એસોસિએશનના સભ્યો કમિશન સહિતના અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. જે પ્રશ્નોના ઉકેલની આશા સાથે રાજકોટ જિલ્લ : પુરવઠા અધિકારીને પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવવામાં, આવ્યું છે કે, અમે રાજકોટ શહેર વ્યાજબી ભાવના દુકાનદાર એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો છીએ. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત જનતાને અનાજ વિતરણ કરવાની જવાબદારી નિભાવી રહ્યા છીએ. આ પત્ર દ્વારા અમે આપનું ધ્યાન અગત્યના પ્રશ્નો તરફ દઘેરવા માંગીએ છીએ. જેમાં ૧.) કેન્દ્ર સરકારના હસ્તક આવતું માર્ચ-૨૦૨૬નું અમારું જે કમિશન બાકી છે, તે હજુ સુધી મળેલ નથી. કમિશનની રકમ સમયસર ન મળવાને કારણે દુકાનદારોને આર્થિક ભીંસ અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આથી, બાકી રહેલ કમિશનની રકમ વહેલી તકે ચૂકવવા વિનંતી છે. ૨.) એપ્રિલ માસનું કમિશન પણ સમયસર મળી રહે તેવી યોગ્ય વ્યવસ્થા કરવા નમ્ર અપીલ છે, જેથી દુકાનદારોને સતત કામગીરી કરવામાં પ્રોત્સાહન મળી રહે. ૩.) આ ઉપરાંત એસોસિએશનના જે અન્ય વિવિધ પડતર પ્રદનો છે, તે બાબતે પણ આપ દ્વારા સકારાત્મક વિચારણા કરીને નિવારણ લાવવામાં આવે તેવી અપેક્ષા છે. અમે આશા રાખીએ છીએ કે આપ રજૂઆતો પર ગંભીરતાપૂર્વક ધ્યાન આપીને તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરશો. અન્ય પડતર પ્રશ્નોમાં જાણવા મળ્યા મુજબ મુખ્ય માંગ કમિશન વધારવાની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application