એરફોર્સ સ્ટેશન, જામનગર ખાતે માન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું ભાવભીનું સ્વાગત કરાયું

  • October 11, 2025 04:02 PM 

જામનગર તા. ૧૧ ઓક્ટોબર - માન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે પધાર્યા છે.તેઓ જગત મંદિર, દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરફોર્સ સ્ટેશને પહોંચ્યા હતા અને ટૂંકું રોકાણ કર્યું હતું.



જ્યાં જિલ્લાના પદાધિકારીઓ-અધિકારીઓ સહિતના મહાનુભાવોએ માન. રાષ્ટ્રપતિનું ભાવભીનું સ્વાગત કર્યું હતું.


એરફોર્સ સ્ટેશન, જામનગર ખાતે એર કોમોડોર દેવાશિષ કુકરેતી, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, પોલીસ અધિક્ષક રવિ મોહન સૈનીએ રાષ્ટ્રપતિને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application