સિંધી સમાજના સંતની પુત્રીએ બોર્ડમાં મેળવ્યું શ્રેષ્ઠ પરિણામ

  • May 16, 2025 02:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર સિંધી સમાજના સંતની પુત્રીએ ધો-૧૦ માં સારા માર્ક્સ મેળવીને પાસ થતા શુભેચ્છા આપવામાં આવી હતી.
તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-૧૦ ની બોર્ડની વાર્ષિક પરિક્ષામાં પોરબંદરની જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા શાળામાં ઈગ્લીંશ મિડીયમમાં અભ્યાસ કરતી પોરબંદર સિંધી સમાજના સંત શિરોમણી  ખાનુરામ સાહેબ,પુજય માતા સાધણીજીનું મંદિર થલ્હી સાહેબ પોરબંદરના ગાદિપતી સંતશ્રી મુલણશાહ ભારતીમાતાની પુત્રી કામનાએ ધોરણ-૧૦ બોર્ડની પરિક્ષામાં  સારા માર્કસ સાથે ઉર્તીણ થઈને સમસ્ત સિંધી સમાજનું ગૌરવ વધારેલ છે, 
સમસ્ત સિંધી સમાજ તરફથી  કામનાને ઠેર ઠેર થી ઉર્તીણ થવા બદલ શુભકામના સાથે અભિનંદનની વર્ષા થઈ રહેલ છે.તેમજ પોરબંદર સિંધી સમાજના પ્રમુખ રવિભાઈ નેભનાણીએ પણ ધો-૧૦માં સારા માસે ઉર્તીણ થવા બદલ કામનાને શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application