50 હજારની રોકડ અને સોના ચાંદીના દાગીના સહિત 1,90 લાખની માલમતા ઉઠાવી ગયા
જોડિયા તાલુકાના તારાણા ગામમાં રહેતા એક વેપારીના રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવીને 50 હજારની રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના સહિત 1 લાખ 90 હજારની માલમતા ઉઠાવી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.
જોડિયા નજીક તારાણા ગામમાં રહેતા અને બિલ્ડીંગ મટીરીયલનો વ્યવસાય કરતા છત્રપાલસિંહ નરેન્દ્રસિંહ જાડેજા નામના 27 વર્ષના વેપારી યુવાને જોડિયા પોલીસ મથકમાં જાહેર કર્યું છે કે ગઈકાલે સવારે 11.00 વાગ્યા થી બપોરે 1.30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન પોતે પરિવાર સાથે ભાગવત સપ્તાહમાં ગયા હતા, દરમિયાન પોતાના મકાનમાં કોઈ તસ્કરો ચોરી કરવાના ઇરાદે ઘુસ્યા હતા, અને લોકરમાં રાખેલી રૂપિયા 50 હજારની રોકડ રકમ તેમજ અલગ અલગ સોના ચાંદીના દાગીના જેમાં સોનાની નથડી, બે વીંટી, સોનાનો માથાનો બોર, એક હાર, નાકના 3 દાણા સહિત 1.90 લાખનીમાલમતાની ચોરી કરી લઈ ગયા હતા.
જે ફરિયાદના અનુસંધાને જોડિયાના પીએસઆઇ આર.એસ રાજપૂત પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા કેટલાક શંકમંદ લોકોને બોલાવીને પૂછપરછ શરૂ શરૂ કરી છે, જ્યારે આ તપાસમાં જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબન્ને હાથ ન હોવા છતાં વરલના કરણ મકવાણાએ સાબિત કર્યુ કે કશું જ અશક્ય નથી
May 21, 2025 03:06 PMમાવતરમાં રહી ઓશિયાળું જીવન જીવતી પરિણીતા, પુત્રીનું 8000 ભરણપોષણ
May 21, 2025 02:52 PMમેન્યુફેકચરિંગ બાય દાહોદ:9 હજાર એચ.પીનાં શકિતશાળી રેલવે એન્જિનનુ રાજ્યમાં નિર્માણ
May 21, 2025 02:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech