નૈઋત્યનું ચોમાસુ 48 કલાકમાં કેરળમાં એન્ટ્રી લેશે... અરબી સમુદ્રની સિસ્ટમથી ભારે વરસાદ હજુ બંધ થયો નથી ત્યાં 27ના બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેસર

  • May 23, 2025 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ ગયું છે અને તે કોકણ ગોવાના દરિયામાં છવાયું છે. આજે સવારે 5:30 વાગ્યા આસપાસ આ સિસ્ટમમાં પરિવર્તન આવ્યા પછી હવે આગામી 24 કલાક માટે ડિપ્રેશનમાં પરિવર્તીત થશે તેમ હવામાન ખાતાની આગાહીમાં જણાવ્યું છે.


અરબી સમુદ્રની આ સિસ્ટમના કારણે કોકણ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી તારીખ 28 સુધી આ સિસ્ટમના વરસાદની શક્યતા હોવાનું હવામાન ખાતું જણાવે છે.


આ લો પ્રેશર ઉદભવ્યા પછીના 48 કલાકમાં તે વધુ પ્રભાવશાળી બનશે

અરબી સમુદ્રની સિસ્ટમ ધોધમાર વરસાદ વરસાવી રહી છે તો બીજી બાજુ આગામી તારીખ 27 ના રોજ બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ અને તેને સંલગ્ન નોર્થ દિશામાં એક લો પ્રેશર ઉદભવી રહ્યું છે. હવામાન ખાતાના જાણકારોના કહેવા મુજબ આ લો પ્રેશર ઉદભવ્યા પછીના 48 કલાકમાં તે વધુ પ્રભાવશાળી બનશે.


જોરદાર વરસાદ દેશના મોટાભાગના રાજ્યોમાં પડી રહ્યો છે

નૈઋત્યનું ચોમાસુ સત્તાવાર રીતે કેરળમાં દસ્તક આપે તે પહેલા જોરદાર વરસાદ દેશના મોટાભાગના રાજ્યોમાં પડી રહ્યો છે. દરમિયાનમાં હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી 48 કલાકમાં કેરળમાં વિધિવત રીતે સાઉથવેસ્ટ મોનસુન એટલે કે નૈઋત્યનું ચોમાસું એન્ટ્રી લઈ લેશે. કેરલ ઉપરાંત અરબી સમુદ્ર બંગાળની ખાડી માલદીવ એરીયા લક્ષદ્વીપ સહિતના જે વિસ્તારોમાં અત્યાર સુધી નૈઋત્યનું ચોમાસું નથી પહોંચ્યું તે સમગ્ર વિસ્તારને 48 કલાકમાં આવરી લેશે. આગામી 48 કલાક દરમિયાન કેરળમાં તો નૈઋત્યનું ચોમાસુ એન્ટ્રી લઈ લેશે પરંતુ સાથો સાથ તામિલનાડુમાં પણ આ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.


પશ્ચિમના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે

ગુજરાતમાં એક બાજુ વરસાદ પડી રહ્યો છે અને બીજી બાજુ ગરમી પણ માઝા મૂકી રહી છે. જોકે હવે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અને તેમાં પણ ખાસ કરીને પશ્ચિમના રાજ્યોમાં મહત્તમ તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application