ચોટીલા પંથકમાં ગત સાંજેના સુમારે એકાએક વાતાવરણમાં પલટો આવેલ હતો. જોરદાર પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા થોડો સમય વાવાઝોડા જેવી સ્થિતિ ઉભી થઈ હતી. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે અને શહેરમાં રાત્રે વરસાદ વરસી પડતા શહેર સાથે અનેક ગામડાઓ અંધારપટમાં મુકાઈ ગયા હતા.
છેલ્લ ા કેટલાક દિવસોથી ત્રાહિમામ ગરમી અને ઉકળાટ બાદ કમોસમી માવઠાનાં વરસાદને કારણે વાતાવરણમાં થોડા સમયની ઠંડક પ્રસરી ગયેલ હતી. પરંતુ વગર લાઇટે બાળકો, વૃધ્ધો અને દર્દીઓને ભારે યાતના અને મુશ્કેલી વેઠી હતી. રાત્રે પવનની આંધી, વીજળીના કડાકા ભડાકા, વાવાઝોડા જેવા ભયાવહ માહોલ સાથે પડેલ વરસાદને કારણે ચોટીલા જસદણ રોડ ઉપર પાચવડા, મોકાસર નજીક વૃક્ષો પડી ગયા હતા બે કંલાકથી વધુનો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક તાલુકાનાં એક પણ જવાબદાર આવી પરિસ્થિતિમાં કયાંય જોવા મળેલ નથી, બ્લોક થયેલ રોડ રસ્તાઓને કિલયર કરવા લોકોએ જાતે જહેમત ઉઠાવી સ્થિતિ થાળે પાડી હતી. અને આવી ભયાવહક સ્થિતિ હોવા છતા એક પણ તંત્રના જવાબદાર બહાર જોવા નહીં મળતા ડીઝાસ્ટર અંગે સવાલો ઉઠાં હતા. પિપરાળી ગામે વીજળી પડતાં એક વ્યકિત ગંભીર, પ્રાથમિક સારવાર ચોટીલા આપી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરેલ છે. વરસાદને કારણે પીજીવીસીએલ દ્રારા તમામ ફિડરો બધં કરતા શહેરમાં અંધારપટ છવાયો છે. લોકો વિજ ધાંધીયાથી ત્રાહીમામ થઈ ગયા છે. છેલ્લ ા દશ દિવસથી થતા સતત ટ્રીપીંગને કારણે ૭૦ હજારની વસ્તી બાનમા મુકાતી હોય તેવો તાલ સર્જાયો છે. પ્રજા પ્રશ્ને તમામ મુખ્ય પક્ષોની નબળી નેતાગીરી જોવા મળે છે જે લોકોને ઉડીને આંખે વળગે છે. લોકોને નિવેદન, આવેદન નહીં પરંતુ નક્કર પરિણામ લક્ષી આગેવાની જોઇએ છે.! ધૂળની ડમરીઓ વચ્ચે ડુંગર, શહેરમાં રાત્રે વરસતો વરસાદ, ચોટીલા જસદણ રોડ ઉપર પડેલા વૃક્ષો અને વૃક્ષ હટાવવાની કામગીરી સ્થાનિક લોકોને કરવાનો વારો આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech