નવી બોડી દ્વારા અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હોવાનો હાપા યાર્ડ તરફથી કરાયો દાવો
જામનગરમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માકેટ યાર્ડ -હાપા) માં સામાન્ય ચુંટણી બાદ તા.૨૨-૬-૨૦૨૪ થી નવું બોર્ડ કાર્યરત થયેલ છે. ખેડૂત વિભાગનાં ૧૦ સભ્યો તથા વેપારી વિભાગનાં ૪ સભ્યો ચુંટાઈ આવેલ, જેમાં ખેડૂત વિભાગમાં ત્રણ સભ્યો રીપીટ થયેલ છે. બાકીનાં સાત સભ્યો નવા પ્રથમ વખત યાર્ડનાં ડાયરેકટર તરીકે ચુંટાઈ આવેલ છે અને વેપારી વિભાગનાં ચારેય ડાયરેકટરો પ્રથમ વખત ચુંટાઈ આવેલ છે.
આ નવું બોર્ડ અસ્તીત્વમાં આવ્યાને છ થી સાત માસ જેટલો સમય થયેલ છે, આટલા ટુંકા સમયમાં યાર્ડને હિતકારક અનેક નીર્ણયો લેવામાં આવેલ છે. જેમ કે નવા બોર્ડની પ્રથમ મીટીંગ માંજ તમામ સભ્યોએ એક સુરે યાર્ડની મીટીંગમાં હાજર રહેવા માટે મળતા વાહન ભથ્થા બંધ કરેલ છે. વાઈસ ચેરમેન તરીકે નીમણુંક પામેલ હિરેનભાઈ કોટેચા દ્વારા યાર્ડ તરફથી વરસોથી ફાળવવામાં આવેલ વાઈસ ચેરમેનનું વાહન, તેઓએ સ્વીકારેલ નહી અને સંસ્થાના હીતમાં આ વાહનનું વેચાણ કરી નાખવામાં આવેલ છે, જેથી વાઈસ ચેરમેનનું વાહન અને ડ્રાઈવરનો ખર્ચ બંધ થયેલ છે.
આ ઉપરાંત યાર્ડમાં ડુંગળીને તમામ કમિશન એજન્ટો માટે ખુલ્લી મુકવાનો નવા બોર્ડ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, જેથી અગાઉ રોજ માત્ર ૭૦૦ થી ૮૦૦ ગુણી ડુંગળીનું વેચાણ હ૨૨ાજીમાં થતું હતું, તેની જગ્યાએ હાલ રોજ ૫૦૦૦ થી ૬૦૦૦ ગુણી ડુંગળીનું હરરાજીમાં વેચાણ થાય છે. જેથી આપણા તાલુકાનાં ખેડૂતોને ડુંગળી વેચવા ગોંડલ યાર્ડ ખાતે જવું પડતું હતું તે હવે જામનગર યાર્ડમાં વેચવા માટે આવે છે, જેથી ખેડૂતોને ગોંડલ યાર્ડમાં જવું પડતુ તે વાહન ભાડાનાં ખર્ચમાં બચત થવા પામેલ છે, ગોડલ યાર્ડનાં ભાવથી જ જામનગર યાર્ડમાં ડુંગળી વેચાઈ છે અને યાર્ડને આર્થીક સધ્ધર બનાવવા શાકભાજી અને ડુંગળી-બટેટામાં જે યુઝર્સ ચાર્જ ૫૦ પૈસા હતો તે રૂા. ૧.૦૦ કરવામાં આવેલ છે, જેથી યાર્ડની આવકમાં વધારો થયેલ છે.
આ ઉપરાંત હરરાજીનાં સ્થળ પર ખેડૂતો – વેપારીઓ – મજુરો ને ઠંડુ અને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે છ રેકડીઓ બનાવવામાં આવેલ છે, જેમાં મીનરલ વોટરનાં જગ મુકવામાં આવે છે અને આ છ રેકડીઓ યાર્ડમાં સવા૨નાં ૯.૦૦ થી સાંજે ૫.૦૦ વાગ્ય સુધી હરરાજીમાં – માલ જોખાતો હોય તે સ્થળ ૫૨ સતત ફેરવવામાં આવે છે, જેથી ખેડુતો–વેપારીઓ–મજુરોને સ્થળ પર જ ઠંડુ અને શુધ્ધ પીવાનું પાણી મળી રહે છે.
આ ઉપરાંત યાર્ડમાં દુકાનોની સ્ટ્રીટલાઈટો તેમજ પ્લેટફોર્મની લાઈટીંગ વ્યવસ્થા સુદ્રઢ કરેલ છે અને ખુલ્લા ઓટા કે જયાં ખેડૂતોનો માલ ઉતારવામાં આવે છે તે જગ્યાએ ઈલકેટ્રીકનાં પોલ ઉભા કરી લાઈટીંગ તેમજ સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે, જેથી રાત્રી દરમ્યાન યાર્ડ ઝળહળતું થયેલ છે. ખેડૂતો માટે ભોજન વ્યવસ્થા માટે ગેઈટ પાસે ખેડૂત ભોજનાલયનું બીલ્ડીંગ તેમજ ખેડૂતો-વેપારીઓનાં રાત્રી રોકાણ માટે આધુનીક સુવિધાયુક્ત ગેસ્ટ હાઉસ બનાવવા તેમજ ગેસ્ટહાઉસનું રીનોવેશન, અદ્યતન સુવિધાયુક્ત ટોયલેટ બ્લોક નવા બનાવવાનું કામ હાલ ગતીમાં છે.
આમ છ થી સાત માસનાં ટુંકા સમયમાં હાપા માર્કેટ યાર્ડના નવા બોર્ડ દ્વારા યાર્ડનાં હીતમાં અનેક નિર્ણયો લેવામાં આવેલ છે અને યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, વાઈસ ચેરમેન હિરેનભાઈ કોટેચા તથા ડીરેકટરો યાર્ડનાં વિકાસ માટે સતત કાર્યરત રહે છે, તેમ હાપા માર્કેટીંગ યાર્ડની અેક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech