પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજ ખાતે ગુજરાત રાજ્ય યોગબોર્ડ દ્વારા સમર યોગકેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ૧૫ દિવસ સુધી બાળકો તેનો લાભ મેળવશે.
તા.૩૦-૫-૨૦૨૫ સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પોરબંદરના શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ પોરબંદર ખાતે સમર યોગકેમ્પ ૧૫ દિવસ સુધી સવારે ૭ થી ૯ સુધી સમર યોગકેમ્પનું ડો.વી.આર. ગોઢાણીયા મહિલા કોલેજ પોરબંદર ખાતે આયોજન થયેલ છે.
સમર યોગકેમ્પનું ઉદઘાટન કરવામાં આવેલ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને સમર યોગ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો..મહેમાનોમાં બી.જે.પી. યુવા પ્રમુખ પોરબંદરના સાગરભાઈ મોદી, સરકારી આયુર્વેદિક હોસ્પિટલ પોરબંદર વેદ કર્મના અધિકારી ડો.રાજેશભાઈ ઘીયાડ, ,આર્યસમાજ પોરબંદરના પ્રમુખ ધનજીભાઈ આર્ય અને આર્યદળ ટીમ, પૂર્વ નગરપાલિકા સભ્ય સરોજબેન કક્કડ, કમલેશભાઈ થાનકી, ઘેડિયાભાઇ, હસમુખભાઈ શિલુ, જીતુભાઈ મદલાણી, ભરતભાઈ પટેલ, ગ્રીન પોરબંદર કો-ઓડીનેટર ધર્મેશભાઈ પરમાર, ડો.વી.આર. ગોઢાણીયા યોગકોલેજના યોગ કો-ઓર્ડીનેટર જીવાભાઈ ખુંટી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પોરબંદર જિલ્લા કો-ઓર્ડીનેટર કેતનભાઈ કોટિયા, પોરબંદર યોગ કોચ હર્ષાબેન દાસા, મુખ્ય સંચાલક યોગ કોચ હાર્દિકભાઈ તન્ના,યોગ કોચ રાજેશભાઈ કકકડ, શિલ્પાબેન આપરનાથી, કૃષ્ણકાંત પંડિત, સંપૂર્ણ કાર્યક્રમ નું એન્કરિંગ મયુરભાઈ કુહાડાએ કરેલ. આભારવિધિ મુખ્ય સંચાલક યોગ કોચ હાર્દિકભાઈ તન્ના દ્વારા તમામ મહેમાનોનો અને બાળકોના વાલીઓ અને શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ,વિધાપુષ,જાણીતા દાતા, આપણા વિસ્તારની દીકરીઓ માટે શિક્ષણ સાથે સંસ્કાર,આપવાનું કામ કરેછે એવા ડો.વિરમભાઇ ગોઢાણીયા અને તમામ ટ્રસ્ટીઓનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો કેમકે યોગના કાર્ય માટે હરહંમેશ આ સંસ્થાનો મોટો સહયોગ રહે છે. તમામનો આ તકે આભાર માનવામાં આવેલ છે.
અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રવચનમાં બાળકોના આવા સમર યોગકેમ્પથી શારિરીક અને માનસિક અને બૌદ્ધિક શક્તિઓનો વિકાસ થાય છે. બાળકોમાં રહેલી સુશુપ્ત પડેલી શક્તિઓનો ખીલે છે યોગ દ્વારા બાળકો સર્વાંગીક શરીરનો વિકાસ થાય છે. સમર યોગ કેમ્પમાં બાળકોમાં સંસ્કાર અને નૈતિકતાના ગુણો ખીલે છે બાળક એ આવતીકાલનું ભારત છે. નિરોગી સમાજ અને દેશ બનાવવા માટે આવી યોગ શિબિરો દ્વારા નિયમિતતાના અને સંયમના ગુણો નિર્માણ થાય છે.એવા પોરબંદરના કર્મનિષ્ઠ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પોરબંદરના ૭૫૦ તમામ સમર યોગ કેમ્પના બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના તમામ સમર યોગ કેમ્પના સંચાલકોને અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ સમર યોગકેમ્પ આવી ને પોતાની જાત ને ધન્યતા અનુભવી હતી.સમર યોગકેમ્પના બાળકોએ પણ અર્જુનભાઈ મોઢવાડિયા સાથે દીપ પ્રાગટ્ય કર્યું હતું. દરરોજ બાળકોના શરીરીક અને માનસિક વિકાસ થાય તેવા આસનો, પ્રાણાયામ,અલગ -અલગ નવી -નવી આપણી જૂની બાળકોની રમતો અને સંસ્કારનું નિર્માણ થાય અને દરરોજ પૌષ્ટિક નાસ્તો પણ બાળકોને આપવામાં આવે છે અને દરરોજ અલગ -અલગ દિવસે અલગ-અલગ વિષયના વક્તાઓ, બાળકોના બૌદ્ધિક શક્તિને ખીલવવા માટે દરરોજ લાભ આપશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech