કોઈ ઝંઝટ વગર ડિજિટલ-ફર્સ્ટ ફાઇનાન્શિયલ સર્વીસીઝ મેળવવા માટેનું વન-સ્ટોપ ડેસ્ટિનેશન નવી અને સુધારેલી જિયોફાઇનાન્સ એપ્લિકેશન હવે ગૂગલ પ્લે સ્ટોર, એપ્પલ એપ સ્ટોર અને માયજિયો પર આકર્ષક ઓફરોની વિશાળ શ્રેણી સાથે ઉપલબ્ધ છે.
જિયો ફાઇનાન્સ એપનું બીટા વર્ઝન 30 મે 2024ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. 60 લાખથી વધુ વપરાશકર્તાઓએ જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડના (જેએફએસએલ) નવા જમાનાના ડિજિટલ પ્લેટફોર્મનો અનુભવ કર્યો છે અને મૂલ્યવાન ગ્રાહકો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિસાદ એપના એકંદર અનુભવને સુધારવામાં મહત્વપૂર્ણ બની રહ્યા હતા.
બીટા વર્ઝન લોંચ થયા પછી મ્યુચ્યુઅલ ફંડ પર લોન, હોમ લોન (બેલેન્સ ટ્રાન્સફર સહિત) અને પ્રોપર્ટી સામે લોન સહિતના નાણાકીય ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઉમેરવામાં આવી છે. આ લોન ગ્રાહકને અનુકૂળ આવે તેવી શરતો પર ઉપલબ્ધ છે અને અમારા ગ્રાહકોને નોંધપાત્ર બચત કરી આપશે.
બચતની વાત કરીએ તો, જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડ (જેપીબીએલ)નું ડિજિટલ સેવિંગ્સ એકાઉન્ટ પાંચ મિનિટની અંદર ડિજિટલ રીતે ખોલી શકાય છે, બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અને ફિઝિકલ ડેબિટ કાર્ડ સાથે સુરક્ષિત બેંક ખાતું ઓફર કરવામાં આવે છે. 1.5 મિલિયનથી વધુ ગ્રાહકો તેમના જેપીબીએલ એકાઉન્ટનો ઉપયોગ કરીને તેમના રૂટીન, રિકરિંગ ખર્ચનું સંચાલન કરે છે. ઉપરાંત ઝંઝટ વગર યુપીઆઇ પેમેન્ટ્સ, મોબાઈલ રિચાર્જ અને ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા જેવી સુવિધાઓ ગ્રાહકોને સરળતા સાથે અનેક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા માટે સક્ષમ બનાવે છે.
જિયોફાઇનાન્સ એપ ગ્રાહકોને તેમના વિવિધ બેંક ખાતાઓનો અને તેમના વિવિધ મ્યુચ્યુઅલ ફંડ હોલ્ડિંગ્સનો એગ્રેગેટ વ્યૂ પૂરો પાડે છે, આમ આ એપ તેમને તેમના નાણાંનું વધુ સારી રીતે સંચાલન કરવામાં મદદ કરે છે. વધુમાં જિયોફાઇનાન્સ એપ 24 જેટલી વીમા યોજનાઓ લાવ્યું છે, જેમાં જીવન, આરોગ્ય, ટુ-વ્હીલર અને મોટર ઇન્સ્યુરન્સની વ્યાપક શ્રેણીને ડિજિટલ રીતે આવરી લેવામાં આવ્યા છે.
જેએફએસએલ તેના જોઈન્ટ વેન્ચર પાર્ટનર બ્લેકરોક સાથે પણ ગ્રાહકો માટે વિશ્વ કક્ષાના, ઇનોવેટિવ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યૂશન્સ લાવવા માટે કામ કરી રહ્યું છે. “જેએફએસએલમાં અમારું મિશન ટેક્નોલોજીનો લાભ લઈને ઝંઝટ વગર તથા અનુકૂળ આવે તેવી નાણાકીય સેવાઓની પહોંચને સુલભ બનાવવાનું છે.
“સંપૂર્ણપણે ભારતમાં તૈયાર કરવામાં આવેલી તથા નવીન ફેરફારો સાથેની જિયોફાઇનાન્સ એપ્લિકેશન થકી ટૂંક સમયમાં નવી અનેક સુવિધાઓ લાવવામાં આવી રહી છે. તેના થકી અમે ભારતના લોકો માટે વિશ્વાસપાત્ર નાણાકીય સાથી બનવા તરફ આગળ વધી રહ્યા છીએ, ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સની વ્યાપક શ્રેણી સાથે તેમની આકાંક્ષાઓ પૂરી કરવામાં મદદ કરી રહ્યા છીએ. ” તેમ જેએફએસએલએના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિતેશ સેઠિયાએ જણાવ્યું હતું.
નવી જિયોફાઇનાન્સ એપના નવા ઉમેરેલા ફીચર્સ વિશે જાણવા માટે ક્લિક કરોઃ https://youtu.be/eV4D5a1-iao
જિયોફાઇનાન્સ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરોઃ https://jfs.in/download/get-jio-finance-app?utm_source=jio&utm_medium=website&utm_campaign=faqs
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech