દ્વારકા સહિત રાજ્યના ૧૦ મંદિરોની વાર્ષિક આવક ૭૪ કરોડને પાર

  • April 22, 2025 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જગત મંદિરની આવક ૩.૬૮  કરોડ



ગુજરાતમાં દ્રારકા સહિત ૨૯૩ મંદિરોનો વહીવટ સરકારી વહીવટો દ્વારા કરવામાં આવે છે. જે પૈકી દ્રારકા જગત મંદિર, અંબાજી મંદિર,બહુચરાજી મંદિરની ત્રણ વર્ષની આવક ૨૦૪.૭૦ કરોડ થઈ છે. જ્યારે ત્રણ વર્ષની ૧૦ મંદિરોની આવક ૨૨૨ કરોડને પાર થઈ છે.


રાજ્ય સરકાર દ્વારા તમામ મહત્વના ધાર્મિક સ્થળોના થઈ રહેલા વિકાસના કાર્યોને કારણે પ્રવાસન ઉદ્યોગને ઘણો જ વેગ મળ્યો છે. જેના કારણે દ્વારકા સહિતના રાજ્યના સરકારી વહીવટદારો ચલાવવામાં આવતા મંદિરોમાં આવક વધવા પામી છે.


છેલ્લા દશ વર્ષમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહિયારા પ્રયાસથી અનેક વિકાસના કામો થયા છે સુદર્શન બ્રિજથી લઈને શિવરાજપુર બીચ, હરસિધ્ધિ માતાજી સુધી જેને કારણે ભક્તજનો તેમજ પર્યટકોમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે જેને કારણે દ્વારકા જગત મંદિરમાં છેલ્લા ત્રણ વર્ષની આવક ૧૧.૦૫ કરોડ થવા પામી છે.


ગુજરાતમાં મોટા મંદિરોમાં દાનની આવકમાં વધારો થઈ રહ્યો છે, અંબાજી મંદિરમાં જે આવક થઈ તેનો ઉપયોગ યાત્રિકોની સુવિધા, ધાર્મિક કાર્યક્રમો, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્ય સેવા, રાહત દરે ભોજન વ્યવસ્થા તેમજ સામાજિક વિકાસ કાર્યો પાછળ કરવામાં આવે છે. દ્રારકાધિશ મંદિર, દ્વારકામાં ટ્રસ્ટની આવકમાંથી વહીવટી ખર્ચ, પગાર ભથ્થા ઓડીટ વગેરે ખર્ચ કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application