ગ્રામ્ય શિક્ષણ માટે કોઈ શાળા કે કોલેજની જાહેરાત કરાઈ નહિ : બેરોજગારોને રોજગાર મળે તે પ્રકારના કોઈ પ્રબંધ નહિ માત્ર મૃગજળ સમાન આંકડા જાહેર - વશરામ આહીર
ગુજરાત સરકાર દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે રજૂ કરવામાં આવેલ બજેટ શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોજગાર અને ગ્રામ્ય વિકાસ તથા ખેડતો અંગે નક્કર નીતિનો અભાવ વાળું માત્ર ને માત્ર ભ્રામક, આભાસી અને આંકડાની ઈન્દ્રજાળ સમાન હોવાનું આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના પ્રમુખ વશરામભાઈ રાઠોડ નિવેદનમાં જણાવે છે.
કોઈપણ રાજ્યના વિકાસના માપદંડ સમાન શિક્ષિત ગુજરાત માટે મૂળભૂત અને પાયાની જરૂરિયાત એવા શિક્ષણ માટે ખાસ કરીને ગ્રામ્ય શિક્ષણ માટે કોઈ નવી શાળાઓ કે કોલેજોની કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી. અને શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવે છે પરંતુ અમલીકરણ કરતા વર્ષો વીતી જાય છે આ સ્થિતિમાં ગ્રામ્ય ગરીબોને કેવી રીતે સારું શિક્ષણ મળે.
ખેડૂતો માટે માવઠા તથા અતીવૃસ્ટીથી પાક નાશ પામવાના કારણે ખેડૂતોને યોગ્ય વળતર કે ખેડૂતોનું આર્થિક ભારણ ઘટાડવા માટે લોન માફી જેવી જરૂરી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. ઉપરથી હાલમાં જે પાક સંગ્રહ ગોડાઉન બનાવવા જે યોજના ચાલી રહી છે તેમાં ગુજરાતના ૧% ખેડૂતોને પણ પુરતો લાભ મળતો નથી તેમાં પણ મોટા પ્રમાણમાં વધારો કરવાની જોગવાઈ અલગથી કરવાની જરૂર હતી.
રાજ્યના લાખો બેરોજગારોને રોજગાર મળી રહે તેવો પ્રબંધ પણ આ બજેટમાં કરવામાં આવેલ નથી માત્ર મૃગજળ સમાન આંકડાઓ જાહેર કરવામાં આવેલ છે.
એકંદરે આ બજેટથી રોજે રોજનું કમાઈને ગુજરાન ચલાવનાર આમ આદમી અને કૃષિ વ્યવસાય સાથે સંકળાયેલા કિસાનો કે લાખો બેરોજગાર યુવાધન અને વિધાર્થીઓ માટે આ બજેટ નિરાશાજનક ભ્રામક અને આભાસી રજુ કરવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમાધવપુરમાં વોટ્સએપનું ગૃપ બનાવી જુગાર રમતા પાંચ ઝડપાયા
May 14, 2025 02:35 PMપોરબંદરમાં ગીર અને બરડાની કેરીના સાત હજાર બોક્સથી વધુની થઈ રહી છે આવક
May 14, 2025 02:34 PMપોરબંદરમાં પાણી વિતરણમાં કોઇ પ્રકારની ખામી રહેવા દેવાશે નહીં
May 14, 2025 02:33 PMનુરી ચોકડી પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રિપુટી ઝબ્બે
May 14, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech