ખંભાળિયામાં ઘી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર ફસાઈ
ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ મહાદેવ મંદિર નજીકથી પસાર થતી ઘી નદીના વહેણમાં એક મોટરકાર પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ હતી. જો કે કોઈ જાનહાની થઈ ન હતી અને સફળતાપૂર્વક રેસક્યું કરાયું હતું.
જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં ખામનાથ મંદિર નજીકના ચેકડેમ પરથી હાલ વિપુલ માત્રામાં પાણી ઓવરફ્લો જઈ રહ્યું છે. આ વચ્ચે ઉલ્લેખનીય છે કે જર્જરીત બની જવાથી ખામનાથ બ્રિજ લાંબો સમયથી અવાર-જવર માટે પ્રતિબંધિત હોવાથી અગાઉ જ્યારે આ નદી બિલકુલ તળિયા ઝાટક હતી ત્યારે અહીં કામ ચલાઉ રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે હાલ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે.
ત્યારે નદીના આ પ્રવાહ વચ્ચેથી એક મોટરકાર ચાલકે હિંમત કરી અને પાણીમાંથી પોતાની કાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જોખમી રીતે કાર પસાર કરવાનો પ્રયાસ કરતા આ મોટરકાર અધવચ્ચે જ વહેતા પાણીમાં ખૂંપી ગઈ હતી અને બંધ પડી ગઈ હતી. આ પરિસ્થિતિ જોતાં આ વિસ્તારના કેટલાક લોકો અહીં દોડી આવ્યા હતા અને ટ્રેક્ટરની મદદથી મોટરકારને પાણીમાંથી બહાર કાઢી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application