જામનગર : રૂ.૨૨૬ કરોડના ખર્ચે તૈયાર થયેલો ફલાય ઓવરબ્રિજ નવલું નજરાણું બનશે

  • October 08, 2025 03:52 PM 

જામનગરમાં સૌરાષ્ટ્રનો ૩.૫ કિ.મી.નો સૌથી લાંબામાં લાંબો ૧૩૯ પીલર્સ ધરાવતો ૨૨૬ કરોડના ખર્ચે બનેલો લેટેસ્ટ ટેકનોલોજીવાળો ફલાય ઓવરબ્રિજ હવે તૈયાર થઇ ચૂકયો છે, બ્રિજ ઉપર ડામર પેવરીંગ પણ પુર્ણ થઇ ચૂકયું છે, નીચેના ભાગમાં થોડુ સિવીલ વર્ક બાકી છે તે કદાચ અઠવાડીયામાં પૂરૂ થઇ જશે તેમ લાગે છે.


ઉપર રીફલેકટર, પીળા, સફેદ કાળા પટ્ટા, લગાવવાની કામગીરી પણ અંતિમ તબકકામાં છે, બંને બાજુ લાઇટ લગાવીને ટેસ્ટીંગ પણ થઇ ગયું છે, ૩૪૫૦ મીટર લાંબો આ ફલાય ઓવરબ્રિજ સાતરસ્તાથી ઓશવાળ સેન્ટર વચ્ચે તેમજ ખંભાળીયા રોડ પર ઓશવાળ સેન્ટરના બીજા દરવાજા તરફ એક-એક ટુ-ટ્રેક કરવામાં આવ્યો છે, ૧૫ મીટર પહોળો આ બ્રિજ છે.

 જેમાં પેઇડ પાર્કિંગ, ફુલડોન, ગેમ ઝોન, સિવીક સેન્ટર ઉભું કરવામાં આવશે. મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીના માર્ગદર્શન હેઠળ સીટી ઇજનેર ભાવેશ જાની સહિતની ટીમના અધિકારીઓ કામગીરીને અંતિમ તબકકામાં લાવી રહ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application