માતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી

  • May 13, 2025 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ પોરબંદરના તથા હાલ અમદાવાદ રહેતા યુવાનનું રાજકોટમાં વાહન અકસ્માતે મોત થયુ છે. ક‚ણતા એ છે કે તે માતાની મૈયતમાં આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હોવાનું જાણવા  મળ્યુ છે. 
અહીં ગ્રીન ચોકડીથી આજી ડેમ ચોકડી તરફ જતા રસ્તા પર પેસેન્જરોથી ભરેલી રીક્ષાને પાછળથી ઘસી આવેલી કારે હડફેટે લેતા પોરબંદરમાં રહેતા અને માતાની મૈયતમાં જતા યુસુફભાઇ અનવરભાઇ મુકાદમ (ઉ.વ.૫૦)નું મૃત્યુ થયુ હતુ. જ્યારે ચારેક પેસેન્જરોને ઇજા થઇ હતી. અકસ્માત સર્જ્યા પછી કારચાલક ભાગી ગયો હતો.
આજી ડેમ પાસે પોલીસે ઘાયલ પેસેન્જર ગોપાલભાઇ કરશનભાઇ પઢારિયા (ઉ.વ. ૪૮, રહે. રામપાર્ક શેરી નં, ૨ કુવાડવા રોડ)ની ફરિયાદ પરથી હીટ એન્ડ રનનો કેસ નોંધી કારચાલકની શોધખોળ શ‚ કરી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી સી.એન.જી.રીક્ષામાં  બેસી સાતેક પેસેન્જરો રવાના થયા હતા. યુવારાજ નગર મફતિયા પરા સામેના રોડ પર રીક્ષા પહોંચતા   પાછળથી પૂરપાટ વેગે ઘસી આવેલી કારે રીક્ષાને હડફેટે લેતા રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. એટલું જ નહીં તેનો બુકડો બોલી ગયો હતો. રીક્ષામાં બેઠેલા મૂળ પોરબંદરના  અને હાલ અમદાવાદ રહેતા યુસુફભાઇનું સ્થળ પર  જ મોત નિપજ્યુ હતુ. જ્યારે ચારેક પેસેન્જરોને ઇજા થતા સિવિલમાં ખસેડાયા હતા. જાણ થતા આજી ડેમ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને જ‚રી કાર્યવાહી કરી હતી. પોલીસે જણાવ્યુ કે મૃતક યુસુફભાઇ અમદાવાદમાં મચ્છીનો વેપાર કરતા હતા. તેના માતાનું અવસાન થતા મૈયતમાં સામેલ થવા અમદાવાદથી રાજકોટ આવ્યા હતા.ગ્ર્રીનલેન્ડ ચોકડીથી રીક્ષામાં બેસી બીજા વાહનમાં પોરબંદર જવા માટે ગોંડલ ચોકડીએ જતા હતા ત્યારે આ અકસ્માત નડયો હતો. તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. અકસ્માતને પગલે રીક્ષાનો  બુકડો બોલી ગયો હતો. રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં બેસેેલા તમામ મુસાફરો રોડ પર પટકાયા હતા. ઘવાયેલાઓમાં ગોંડલના વિવેક શુકલા, અમદાવાદના જેઠાભાઇ ચૌહાણ, ફરીયાદી ગોપાલભાઇ સહિત કુલ ચાર નો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીક્ષામાં કલ્પેશભાઇ વ‚ અને તેના પત્ની ઝરણાબેન પણ બેઠા હતા. તેમ જાણવા મળ્યુ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application