વિહારમાં નીકળેલા જૈન મુનિ ને હડફેટેમાં લઈ નાસી જનાર વાહન ચાલકને પોલીસે શોધી કાઢ્યો
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ગામની ગોલાઇ પાસે થોડા દિવસો પહેલાં વિહાર કરીને જઈ રહેલા એક જૈન મુનિને અજાણ્યા વાહનના ચાલકે હડફેટમાં લઈ ઇજાગ્રસ્ત બનાવ્યા હતા, અને વાહન ચાલક ભાગી છૂટ્યો હતો. પોલીસ દ્વારા જુદા જુદા સીસીટીવી કેમેરા વગેરેની તપાસની કર્યા પછી અકસ્માત સર્જીને ભાગી છૂટનાર વાહન ચાલકને શોધી કાઢ્યો છે.
જામનગર કાલાવડ ધોરી માર્ગ પર વિહાર કરીને જઈ રહેલા જૈન મુનિ હિતશેખર વિજયજી મહારાજને કોઈ અજ્ઞાત વાહન ના ચાલકે હડફેટેમાં લઈ લીધા હતા. જેથી તેઓને ઇજાગ્રસ્ત હાલટમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને જામનગરના પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ બનાવ બાદ પંચકોષી એ. ડિવિઝન ની પોલીસ ટીમે જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે તપાસ્યા હતા. જે તપાસ દરમિયાન એક બોલર કાર અકસ્માત સર્જીને ભાગી છૂટી હોવાનું તારણ નીકળ્યું હતું, જેના રજીસ્ટ્રેશન નંબરો મેળવાયા હતા, અને જી.જે.૧૦ ટી. એક્સ.૦૧૬૭ નંબરની બોલેરો કે જેનો ચાલક અકસ્માત સર્જીને ભાગી છૂટ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ત્યારબાદ પોલીસ દ્વારા બોલેરો કારચાલકની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી, અને તેનું નામ રાજેશ ઉર્ફે રાજુ વેજાણંદભાઈ ભાટિયા (૨૮) અને જામનગર નજીક નાઘેડી વિસ્તારમાં માધવ રેસીડેન્સીમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. જેને પોલીસે શોધી કાઢ્યો હતો. અને પૂછપરછ કરતાં તેણે આખરે પોતે અકસ્માત સર્જી ને ભાગી છૂટ્યો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસ દ્વારા તેની અટકાયત કરી લઈ તેનું વાહન પણ કબજે કરી લેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech