જામનગર : છેલ્લા છેલ્લા સીનમાં ચાલતી સટાસટી: સ્થાયી સમિતીમાં ૧૫૫.૩૭ કરોડના કામ મંજુર

  • January 05, 2026 05:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચુંટણીના આડે માત્ર થોડા દિવસ બાકી છે ત્યારે સ્ટેન્ડીંગ કમિટીના દિવસોમાં પણ ફેરફાર થઇ ગયા છે, કરોડો રૂપીયાના વિકાસના કામો મંજુર થઇ ગયા છે, ૧૫ દિવસે મળતી સ્ટે. કમિટી હવે ગમે ત્યારે મળે છે અને કરોડોના વિકાસના કામો મંજુર કરી દેવામાં આવે છે, આજે મળેલી સ્ટે. કમિટીની બેઠકમાં છેલ્લા છેલ્લા સીનમાં સટાસટી જોવા મળી છે અને સ્થાયી સમિતિએ રૂ. ૧૫૫.૩૭ કરોડ મંજુર કર્યા છે.


આજે સ્ટે. કમિટીની એક બેઠક ચેરમેન નિલેશ કગથરાના અઘ્યક્ષ સ્થાને મળી હતી જેમાં મેયર વિનોદ ખીમસુર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઇજનેર ભાવેશ જાની, આસી. કમિશ્નર મુકેશ વરણવા અને જીજ્ઞેશ નિર્મળ હાજર રહયા હતા. 


આ મિટીંગમાં ખંભાળીયા બાયપાસ જંકશન (નાઘેડી બાયપાસ) પર ફલાય ઓવરબ્રીજ બનાવવાના પ્રોજેકટ માટે રૂ. ૧૩૫.૭૦ કરોડ મંજુર કરાયા હતા, જયારે ઢીચડામાં સર્વે નં. ૪૮ની જગ્યામાં સપ્લાય ટેસ્ટીંગ અને કમિશનીંગ ઓફ ટુ નોસ ઓફ એનીમલ ક્રીમેટોરીયલ ફોર બીગ એનીમલ એન્ડ સ્મોલ એનીમલ માટે રૂ. ૬૨૨.૪૬ લાખ મંજુર કરાયા છે, જયારે ટીપી સ્કીમ નં. ૩ એફપી નં. ૮૩/૮૪ /૮૭/૮૮ ખાતે નવી કમ્પાઉન્ડ વોલ બનાવવા ૧૭૮.૭૬ લાખ, મહાપ્રભુજી બેઠક વિસ્તારમાં વોટર ટેન્ક બનાવવા ૫૬.૪૦ લાખ, લેપટોપ, પ્રિન્ટર, યુપીએસ ખરીદવા માટે ૧૩૧.૯૭ લાખ, ટીપી સ્કીમ બનાવવા, સર્વે કરવા ૬૦ લાખ, લાઇટ શાખાની મેઇન્ટેનન્સ કામગીરી ૧૦ લાખ, ભુગર્ભ ગટરના મજબુતીકરત માટે ૨૨ લાખ અને ૧૩.૯૦ લાખ.


વોર્ડ નં. ૧ થી ૫માં ભુગર્ભ ગટર નેટવર્કીગ માટે ૨૯ લાખ, વોડં નં. ૯ થી ૧૨ માટે ૧૨.૫૦ લાખ મંજુર કર્યા છે. વોર્ડ ૪માં પેવર બ્લોક માટે ૧૦.૧૭ લાખ, સ્વામીનારાયણ નગરથી ગાંધીનગર ડીપી રોડ, સીસી રોડ માટે ૨૪૧.૨૭ લાખ, વોર્ડ ૯માં સીસી રોડ માટે ૫૭.૫૮ લાખ, વોર્ડ નં. ૫માં સીસી રોડ પેવર બ્લોક માટે ૨૫૦ લાખ, પેઇન્ટ રોડ, ફર્નીચર, ક્રોસીંગ, આઇલેન્ડ ડેવલપ કરવા ૧૨૩.૯૦, સમર્પણ રોડથી બેડી રોડ જંકશન માટે મેટલીંગના ૬૩.૭૭ લાખ, વોર્ડ નં. ૭માં સિવીક સેન્ટર માટે ૫૯.૫૧ લાખ સ્વચ્છતા સર્વેક્ષણ માટે પ્રચાર પ્રસારના ૮.૪૫ લાખ મંજુર કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application