રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવએ ખેડૂતોને રડાવ્યા છે, ફક્ત એક રૂપિયે કિલોના ભાવે સોદા થયા બાદ આવક બંધ કરવા નિર્ણય કરવો પડ્યો હતો. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડની હરરાજીમાં ડુંગળીનો પ્રતિ ૨૦ કિલોનો ભાવ રૂ.૨૧થી ૨૧૦ સુધી રહ્યો હતો.
ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે
રાજકોટ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવ લગાતાર ઘટીને હવે સાવ તળિયે પહોંચી જતાં ડુંગળીની ખેતી કરતા ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. એક તરફ પોષણક્ષમ ભાવ મળતા નથી ને બીજી બાજુ માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે. કમોસમી વરસાદથી ડુંગળીનો પાક પલળી જતા ભારે નુકસાન થયું છે.
પડતર ખર્ચ પણ ઉપજતો નથી
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને હાલ ડુંગળીનો જે ભાવ ઉપજે છે તેમાંથી ખાતર, બિયારણ, દવા, મજૂરી અને યાર્ડ સુધી ડુંગળી લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ નીકળે તેમ નથી, મતલબ કે પડતર ખર્ચ પણ ઉપજતો નથી.
ખેડૂતોએ સરકારની સામે મીટ માંડી
ખેડૂતોએ આ વખતે ડુંગળીનું વાવેતર વધુ કર્યું હોય ને હાલ ભાવ તળીયે પહોંચતા ખેડૂતોની સ્થિતિ જાયે તો જાયે કહાં જેવી થઇ ગઇ છે. ગત વર્ષે ડુંગળીમાં પ્રતિ કિલો દીઠ બે રૂપિયાની સહાય સરકાર તરફથી અપાઇ હતી ત્યારે આ વર્ષે પણ સહાયની અપેક્ષાએ ખેડૂતોએ સરકારની સામે મીટ માંડી બેઠા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationચીન CPECને અફઘાનિસ્તાન સુધી લંબાવશે, પાકિસ્તાન સાથે ડ્રેગનનો નવો ખેલ
May 21, 2025 04:43 PMપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech