ચોરાઉ વાયર-કાર-મીની ટ્રક સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે તસ્કર ગેંગના ૭ સભ્યો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ નજીક હરીપર ગામ પાસે આવેલા સોલાર પ્લાન્ટ માંથી રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગઈ હતી, જે ચોરીનો ભેદ ધ્રોળ પોલીસે ઉકેલી નાખ્યો છે, અને ચોરાઉ વાયર- કાર- મીની ટ્રક- મોબાઈલ ફોન સહિત રૂપિયા સાડા આઠ લાખની માલમતા સાથે તસ્કર ગેંગના સાત સભ્યોની અટકાયત કરી લીધી છે.
ધ્રોલ નજીક હરીપર ગામ પાસે એક સોલાર નો પ્લાન્ટ આવેલો છે, જે પ્લાન્ટ માંથી આજથી બે દિવસ પહેલા રૂપિયા બે લાખની કિંમતના વાયરની ચોરી થઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, જે ફરિયાદના અનુસંધાને ધ્રોળની પોલીસ ટુકડી હરકતમાં આવી હતી, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ વગેરે ચકાસ્યા હતા, અને આખરે તસ્કરો સુધી પહોંચવામાં પોલીસને સફળતા સાંપડી છે.
ઊંડાણપૂર્વકની તપાસના આધારે તસ્કર ગેંગ ને ઝડપી લીધી હતી અને કુલ ૭ શખ્સો પોલીસના હાથમાં આવ્યા હતા. તેઓ પાસેથી ચોરાઉ વાયરનો જથ્થો, કે જે સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો, તે વાયર ઉપરાંત એક કાર, એક ટાટા ૪૦૭ મીની ટ્રક ઉપરાંત ચાર નંગ મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા શાળા સાડા લાખની માલ મતા કબજે કરવી લીધી છે.
જયારે તસ્કર ગેંગ ના સાત સભ્યો ધ્રોળ નજીક માવપરગામના પાટીયા પાસેથી આરોપીઓ ભચાઉ કચ્છના વતની મામદભાઈ સીદીકભાઈ ભાયા, અંજારના વતની બીલાલ ઉર્ફે મોસીન જુસબ હીંગોરજા સંધી (ઉ.વ.૨૧), અઝરૂદીન ગુલમામદ હીંગોરજા, નાની ચિરાઈ ગામના ઇમરાન ભચુભાઈ નાગડા, ભચાઉ કચ્છના હાજી ભચુભાઇ નાગડા, અંજાર કચ્છના રફીકશા અલીશા શેખ., મોહસીનઅલી મહમદયુસુફ ગરાસીયા કરી લીધી છે અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. તેઓ દ્વારા અન્ય કેટલાક ગુનાઓ આચરવામાં આવ્યા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMઉનાળામાં ચમકતી અને દોષરહિત ત્વચા મેળવવા માંગતા હો તો ગુલાબજળથી બનાવો 3 ફેસ પેક
May 18, 2025 04:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech