અંદાજે રૂા. 52 હજાર આસપાસનો મુદ્દામાલ કબ્જે લેતી પોલીસ
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી, ઇશા કાસમભાઈ ભેંસલીયા અને હનીફ દાઉદ મુસ્લિમ નામના ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 13,610 રોકડા રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન તેમજ રૂ. 30,000 ની કિંમતનું ઈ-બાઇક મળી, કુલ રૂપિયા 48,610 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
અન્ય એક દરોડામાં દ્વારકાના ઇસ્કોન ગેઈટ પાસેથી પોલીસે મધ્યરાત્રીના સમયે જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા અતુલ કાયાભા સુમણીયા, અજય દોલુભા સુમણીયા, જીગ્નેશ વિઠ્ઠલભાઈ ચાવડા, રમેશ મેઘજીભાઈ ખારવા, કાયાભા દેવાભા સુમણીયા અને શશીકાંત જગન્નાથ નાડર નામના છ શખ્સોને રૂપિયા 3,370 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ઓખા મરીન પોલીસે અલાના ભીખન તુરક, મુમતાઝબેન સુલેમાન ભીખલાણી અને જુબીબેન સુલેમાનભાઈ કુરેશીને તીનપત્તીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતે મુરીદકે પર 4, શકરગઢ પર 2 અને સિયાલકોટ પર 2 મિસાઇલ છોડી
May 07, 2025 12:44 PM‘ચીની માલ’ એચક્યુ-9ની નબળી ગુણવત્તાને કારણે પાકિસ્તાનનું હવાઈ સંરક્ષણ નિષ્ફળ
May 07, 2025 12:40 PMરોએ લક્ષ્યો પસંદ કર્યા: આર્મી-નેવી-એરફોર્સે પાર પાડ્યું ઓપરેશન
May 07, 2025 12:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech