રોએ લક્ષ્યો પસંદ કર્યા: આર્મી-નેવી-એરફોર્સે પાર પાડ્યું ઓપરેશન

  • May 07, 2025 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મરકઝ સુભાન અલ્લાહ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બહાવલપુરની બહાર કરાચી-તોરખામ હાઇવે પર કરાચી વળાંક પાસે સ્થિત છે. તે જૈશ-એ-મોહમ્મદનું મુખ્ય તાલીમ અને પ્રચાર કેન્દ્ર છે, જે 15 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ સેન્ટર જૈશ-એ-મોહમ્મદનું ઓપરેશનલ હેડક્વાર્ટર છે. તે ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૯ના પુલવામા હુમલા સહિત અનેક આતંકવાદી યોજનાઓ સાથે જોડાયેલું છે.

30 નવેમ્બર 2024 મૌલાના મસૂદ અઝહરે બે વર્ષ પછી મરકઝ સુભાન અલ્લાહ ખાતે જૈશ કેડર્સને સંબોધિત કર્યા. તેમણે ભારત વિરુદ્ધ ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા અને બાબરી મસ્જિદના ધ્વંસનો બદલો લેવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. આ કાર્યક્રમમાં મૌલાના તલ્હા સૈફ, મોહમ્મદ અબ્દુલ્લા બિન મસૂદ અને અન્ય જૈશ કાર્યકર્તાઓ હાજર હતા. મસૂદ અઝહરનું છેલ્લું જાહેર ભાષણ મરકઝ ઉસ્માન-ઓ-અલી ખાતે ખાત્મ-એ-નબુવ્વત પરિષદમાં હતું.

આ જૈશનું સૌથી મહત્વપૂર્ણ ઓપરેશનલ અને તાલીમ કેન્દ્ર છે, જ્યાં આતંકવાદીઓને શસ્ત્રો, શારીરિક અને ધાર્મિક તાલીમ આપવામાં આવે છે. કેન્દ્રને પાકિસ્તાનની પ્રાંતીય અને સંઘીય સરકારોનું સમર્થન છે અને તે ISI ના આશ્રય હેઠળ કાર્ય કરે છે.

મરકઝ સુભાન અલ્લાહની સ્થાપના 2015 માં પાકિસ્તાનની પ્રાંતીય અને સંઘીય સરકારોના સમર્થન અને ગલ્ફ, આફ્રિકન દેશો (યુકે સહિત) માંથી એકત્ર કરાયેલા ભંડોળ સાથે થઇ હતી. તેના મુખ્ય કાર્યોમાં જૈશ-એ-મોહમ્મદ માટે યુવાનોને તાલીમ આપવી, વિચારધારાનો પ્રચાર કરવો અને આતંકવાદી પ્રવૃત્તિઓનું આયોજન કરવું વગેરેનો સમાવેશ થાય છે. આ સંકુલમાં 600 થી વધુ કેડર (આતંકવાદીઓ) રહે છે અને તાલીમ લે છે.

અહી શસ્ત્ર તાલીમ, રાઇફલ, રોકેટ લોન્ચર અને વિસ્ફોટકોની તાલીમ. શારીરિક તાલીમ માટે જિમ્નેશિયમ (માર્ચ ૨૦૧૮ થી), સ્વિમિંગ પૂલ (જુલાઈ ૨૦૧૮ થી) અને ઊંડા પાણીમાં ડાઇવિંગ કોર્સ કરાવવામાં આવે છે.

ઓપરેશન સિંદૂર એ ભારત દ્વારા 7 મે 2025 ના રોજ શરૂ કરાયેલ એક સચોટ લશ્કરી કાર્યવાહી હતી, જેનો ઉદ્દેશ્ય જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી માળખાને નષ્ટ કરવાનો હતો. આ કાર્યવાહી 22 એપ્રિલ 2025 ના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. આ ઓપરેશનનું મુખ્ય લક્ષ્ય મરકઝ સુભાન અલ્લાહ હતું.

સેટેલાઇટ તસ્વીરોઓએ પુષ્ટિ આપી છે કે મરકઝ સુભાન અલ્લાહનો તાલીમ શિબિર, વ્યાયામશાળા, સ્વિમિંગ પૂલ અને શસ્ત્રોના ડેપો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. એવી શક્યતા છે કે 200-300 આતંકવાદીઓ માર્યા ગયા, જેમાં મુફ્તી અબ્દુલ રઉફ અસગર અને યુસુફ અઝહર જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application